માળિયામાં તમામ પેસેન્જર ટ્રેઈનનો સ્ટોપ તેમજ ડેમુ ટ્રેઈન માળિયા સુધી લંબાવવાની માંગ સાથે સીએમને રજુઆત
મોરબી: આઝાદીના સાત સાત દાયકા વિતે છતાં નામ પૂરતી ય સુવિધા ન હોય તો સમજવાનું કે એ તાલુકાના અને જિલ્લાના અધિકારીઓ તેંમજ પદાધિકારીઓમાં શરમનો છાંટો ય બચ્યો નથી. આ વાત છે માળીયા તાલુકાની. માત્ર કહેવા પૂરતો જ તાલુકો છે. બાકી તાલુકા કક્ષાની એકપણ સુવિધા નથી. તેમાંય એકેય એગત્યની ટ્રેન સેવાનો સ્ટોપ જ નથી. આથી. માળિયા (મી.) તાલુકામાં તમામ જ પેસેન્જર ટ્રેઈનને સ્ટોપ આપવા તેમજ ડેમુ ટ્રેઈન માળિયા સુધી લંબાવવાની માંગ ઉઠી છે.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. કે મોરબી જીલ્લામાં માળિયા(મી.) તાલુકો આવેલ છે. જે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતું મુખ્ય સેન્ટર છે. અહીં મીઠા ઉદ્યોગ તેમજ માછીમારી ઉદ્યોગ વિક્શેલો છે. જો કચ્છમાંથી આવતી જતી બધી જ ટ્રેઈનને માળિયા (મી.) ખાતે સ્ટોપ આપવામાં આવે તો અહીના લોકો તેમજ મોરબીના લોકોને પણ મોટી સુવિધા મળે તેમ છે. તો મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઅતો કરીને સ્ટોપ આપવા યોગ્ય કરવા ઉપરાંત કોરોનાને કારણે બંધ થયેલ ડેમુ ટ્રેઈન જે રાજકોટથી માળિયા(મી) સુધી આવતી હતી તેને ફરીથી ચાલુ કરવા પણ માંગણી કરી છે.