રાજયમંત્રી મેરજાના હસ્તે ચાર મૃતકોને ચાર-ચાર લાખ ગણી કુલ 16.50 લાખની સહાય અપાઈ
મોરબી માળીયા હાઇવે ઉપર થોડા સમય પહેલા મોરબીના રવેશિયા પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં આ પરિવારના ચાર ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે ગોઝારા અકસ્માતના હતભાગી રવેશિયા પરિવારને 16.50 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે. જેમાં રાજયમંત્રી મેરજાના હસ્તે ચાર મૃતકોને ચાર-ચાર લાખ ગણી 16.50 લાખની સહાય અપાઈ છે.
મોરબી તાલુકાના ભરતનગર અમરનગર મોરબી કંડલા હાઇવે ઉપર ગત તા.8 મેના રોજ મોરબીના રવેશીયા પરિવારના સભ્યો હસતા ખેલતા કચ્છ-ભચાઉ માતાજીના મંદિરેથી દર્શન કરીને પરત આવતા હતા ત્યારે તેમની ગાડીને વિચિત્ર ગોઝારો અકસ્માત નડતા રવેશિયા પરિવારની ચાર હસતી રમતી ખેલતી જિંદગી કરુણ અંત આવી ગયો હતો અને ચાર ચાર સભ્યોના મોત થતા આ પરિવાર માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું તે દરમિયાન રાજયમંત્રીએ મૃતકોને રાજ્ય સરકાર તરફથી સહાય મંજૂર કરાવી હતી અને રાજ્ય સરકાર દ્વારા સહાય પેટે મુતકને ચાર ચાર લાખ એમ કુલ ચાર મુતકના ૧૬ લાખ અને એક ઘાયલ વ્યક્તિને પચાસ હજાર એમ કુલ ૧૬૫૦૦૦૦ ની સહાય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોહાણા સમાજના અગ્રણીઓની હાજરીમા રવેશિયા પરિવારને ચેક અર્પણ કરેલ હતો.