વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારુના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાને સુચના આપતા પીએસઆઇ એન.બી.ડાભી તથા એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અરવિંદભાઇ લાલાભાઇ ઉર્ફે લાલજીભાઇ કોળી (રહે. સરોડી તા.થાન જી.સુરેન્દ્રનગર) વાળો હાલે વાંકાનેર તાલુકાના મહીકા ગામના પાટીયા પાસે ઉભેલ હોવાની હકિકત મળતા જે હકીકત આધારે અમો તથા ઉપરોકત સ્ટાફના માણસો મહીકા ગામના પાસે તપાસ કરતા આરોપી અરવિંદભાઇ ઉર્ફે જીવરાજભાઇ લાલાભાઇ ઉર્ફે લાલજીભાઇ કુમખાણીયા (ઉ.વ. ૩૫ રહે. સરોડી તા.થાન જી.સુરેન્દ્રનગર) વાળાને આજે પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસને સોપી આપેલ છે.