સનમાઈકા કંપનીના માલિકે પાણીની લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરતા હોવાની ફરિયાદ
મોરબી: માળીયાના રોહિશાળા પાસે પાણીની લાઈન તોડી પાણીચોરી કરવામાં આવતી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સનમાઈકા કંપનીના માલિકે પાણીની લાઈનમાં ભંગાણ કરી પાણી ચોરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
માળીયા(મીં) પોલીસ મથકમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી પાણી પુરવઠાના અધિકારી પરસોતમભાઇ દુદાભાઇ વાછાણીએ રોહિશાળા નજીક આવેલ શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીના માલિક શાંતીલાલ વીરપરા સામે ફરિયાદ નોંધાવી હતી કે, પાણી પુરવઠાની મુખ્ય પાણીની પાઈપલાઈનમાં રોહિશાળા નજીક આવેલ શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીના માલિક શાંતીલાલ વીરપરા તથા તેના મળતીયાઓ દ્વારા 40 મિમીનું ગેરકાયદેસર કનેક્શન મેળવી પોતાની ફેકટરી અને ફેકટરીમાં રહેતા માણસોના ઉપયોગ માટે લાંબા સમયથી પાણી ચોરી કરવાનું શરૂ કર્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની રોહીશાળા સી સવૅ નં.૧૨૧ પેકી-૨ મા આવેલ શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીવાળાએ જી.ડબલ્યુ.આઇ.એલ.ની એન.સી.૩૧ પાઇપ લાઇનમાથી કંપનીમા પાણી લઇ જવા માટે ૪૦ મી.મી.વ્યાસ વાળી પાઇપથી કનેકશન આપી પોતાની કંપનીના ઉપયોગ માટે તેમજ પોતાની કંપનીના માણસોના ઉપયોગ કરવાના હેતુ થી પાણી લઇ તેમજ પાણીનો પુરવઠામા ઘટાડો થવાનુ જાણતા હોવા છતાં પાણીનો બગાડ કરી તેમજ પાઇપ લાઇનને નુકશાન કર્યું હતું જેથી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.