હળવદ નજીક ચાલુ એસટી બસમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.જો કે ચાલુ બસે તેમને મુસાફરી દરમિયાન હાર્ટ એટેક આવતા વૃદ્ધાનું મોત થયાનું ખુલ્યું હતું.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ નજીક એસટી બસમા વૃધ્ધાને એટેક આવતાં મોત નિપજ્યું હતું. જેમાં અંબાજી-મોરબી જતી એસટી બસમાં ૬૦ વર્ષીય વૃધ્ધાને એટેક આવ્યો હતો મુળ ઈડરના રહેવાસી, મોરબીના મહેન્દ્ર નગરના ગંગાબેન મોહનભાઈ જીતિયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા સરકારી બસમા મોરબી જતા હતા ત્યાં જ હળવદ માં આવ્યો એટેક આવતા તાત્કાલિક બસ હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી. જ્યાં વુધ્ધાનું સારવાર કારગત નીવડે તે પહેલાં મોત નિપજ્યું હતું.