Thursday, October 29, 2026
HomeGujaratમોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ આધારિત ‘સ્વદેશી મેળો' ૫ નવેમ્બર સુધી ખુલ્લો મુકાયો

મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ આધારિત ‘સ્વદેશી મેળો’ ૫ નવેમ્બર સુધી ખુલ્લો મુકાયો

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે શુભારંભ.

- Advertisement -
- Advertisement -

સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે અનુપમ યોગ મંડળની બહેનો દ્વારા યોગ નૃત્યથી અદભૂત કલા કૃતિ રજૂ કરવામાં આવી હતી જે ઉપસ્થિત મહેમાનો અને લોકો માટે અવિસ્મરણીય યાદગાર ક્ષણ બની હતી.

મોરબી: લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આગામી તા. ૫ નવેમ્બર ૨૦૨૬ સુધી મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળો’ શરૂ થઈ ગયો છે.

સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે ‘વિકાસ વાટિકા’ પુસ્તકનું પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલ આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું.

આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ કાર્યક્રમો નિહાળવા અને સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

આ સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કમિશ્નર સંગીતા રૈયાણી આ ઉપરાંત જીલ્લાના અનેક અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!