બન્ને સ્થળેથી બે બુટલેગરોને ઝડપી લીધા
મોરબી : મોરબી પોલીસે ગઈકાલે ગેરકાયદે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઉપર તવાઈ ઉતારી હતી અને માળીયા પંથકમાં બે સ્થળે દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી અને બન્ને સ્થળેથી બે બુટલેગરોને ઝડપી લીધા હતા.
માળીયા પોલીસે ગઈકાલે માળીયા મીના ખીરઇ ગામ પાછળ તળાવના કાઠે બાવળના ઝુંડમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી સ્થળ પરથી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦ તથા ઠંડા આથના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ-૨ આથો લીટર ૪૦૦ ની કિ.રૂ.૮૦૦ તથા દેશી દારૂ ભરેલ કેન નંગ ૧ મા રહેલ દારૂ લી-૧૫ કિ.રૂ.૩૦૦ તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમ નુ બકડીયુ નંગ-૧ કી રૂ ૪૦ તથા પાતળી નળી નંગ-૧.મળી કુલ કિ.રૂ.૧૩૪૦ ના મુદામાલ સાથે આરોપી ઇન્તીયાજભાઇ ઉર્ફે મકબુલ હારૂનભાઇ જેડાને ઝડપી લીધો હતો.
માળીયા પોલીસે બીજા સ્થળ માળીયા(મી)ના રાખોડીયા વાંઢ વિસ્તારમા બાવળના ઝુંડમા દેશી પીવાનો દારુ બનાવવાનો આથો રાખી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૫૦ કિ.રૂ.૧૦૦ તથા ઠંડા આથના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ-૧ આથો લીટર ૨૦૦ ની કિ.રૂ.૪૦૦ તથા દેશી દારૂ ભરેલ કેન નંગ ૧ મા રહેલ દારૂ લી-૧૦ કિ.રૂ.૨૦૦ તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમ નુ બકડીયુ નંગ-૧ કી રૂ ૪૦ તથા પાતળી નળી નંગ-૧ મળી કુલ કિ.રૂ.૭૪૦ના મુદામાલ સાથે આરોપી દિલાવર ઉર્ફે દિલો ઇસુબભાઇ જામને ઝડપી લીધો હતો.
જેથી માળીયા(મી) પોલીસે બન્ને દરોડામાં ઝડપાયેલા આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી