ગતરાત્રીથી મેઘરાજા આજે સવારે પણ આક્રમક બેટીંગના મૂડમા, ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
મોરબી જિલ્લામાં ગતરાત્રે મેઘરાજા ભારે કોપાયમાન થયા હોય એમ મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો.જો કે રવિવારે સવારથી રાત સુધી મેઘવીરામ બાદ આખી રાત ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં મોરબીમાં પાંચ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જો કે માળીયાને બાદ કરતાં મોરબી જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે.
મોરબીમાં ગતરાત્રે આઠ વાગ્યાની આસપાસ મેઘરાજા મહેરબાન થયા હતા અને મેઘરાજા અચાનક જ આક્રમક બેટીંગ કરતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. મોરબીમાં ગઈ આખી રાત ધોધમાર વરસાદ પડ્યો હતો.જિલ્લામાં માળીયા સિવાય તમામ જગ્યાએ સારો વરસાદ પડ્યો હતો. જેમાં મોરબી જિલ્લા કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં રવિવારે સાંજે છ વાગ્યાથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધીના છેલ્લા કલાક દરમિયાન મોરબીમાં 121 મીમી, માળિયામાં 1 મીમી, ટંકારા 41 મીમી, વાંકાનેર 23 મીમી અને હળવદમાં 42 મીમી વરસાદ વરસ્યો હતો.