માળીયા મિયાણા પોલીસ સ્ટેશન તથા ભારતીય પેટ્રોલીયમ (પટેલ એન્ડ કો.) દ્વારા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવેલ હતું.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામા ગંભીર પ્રકારના રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવવા તથા મોટા વાહનોના ડ્રાઇવરોની આંખો તથા અન્ય તબીબી ચકાસણી થાય તે હેતુથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા સી.પી.આઇ. પી.એચ.લગધીરકાના માર્ગદર્શન હેઠળ માળીયા પોલીસ મથક તથા ભારતીય પેટ્રોલીયમ (પટેલ એન્ડ કો.) ના સંયુકત ઉપક્રમે માળીયા હળવદ હાઇવે જી.કે.હોટલ પાસે ભારતીય પેટ્રોલીયમ ખાતે ફ્રી મેડીકલ કેમ્પનુ આયોજન કરવામા આવેલ. જેમા આશરે ૧૧૦ જેટલા ટ્રક ડ્રાઇવરોને માળીયા પોલીસ દવારા બોલાવી ડ્રાઇવરોની આંખો તથા તબીબી ચકાસણી ફ્રી મા કરવામા આવેલ તથા રાહતદરે નંબરના ચશ્મા નુ વિતરણ કરવામા આવ્યું હતુ અને સાથે ટ્રક ડ્રાઇવરોને ટ્રાફીક જાગૃતિ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.