મોરબી એ ડિવિઝન પોલીસે આજે પરીવારથી વિખુટી પડેલ ૯ વર્ષની બાળકીને તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવીને પોલીસ પ્રજાનો હમદર્દ હોવાનું પુરવાર કર્યું છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન “SHE TEAM” ની રચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પીઆઈ એમ.પી.પંડ્યાની સુચના મુજબ SHE TEAM પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મોરબી મહેન્દ્ર ડ્રાઇવ રોડ ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવતા તેને પોલીસ મથકે.લાવી પુછપરછ કરતા તેનું નામ સોનમબેન રામભાઇ નિનામા (ઉવ-૯ વર્ષ રહે.અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં તા.જી.મોરબી મુળ-ગામ ભીલખેડી તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ) વાળી હોવાનું જણાવેલ અને તેના માતા પિતા મોરબી ખાતે રહેતા હોય તેના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં રહેતા હોય ત્યા જવું હોય જેથી ઘરેથી એકલી નીકળી ગયેલ હોય જેથી તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં જઇ તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોંપવામાં આવી હતી.