ત્રણ વર્ષથી ‘ લોહીમાં છે માનવતા’ના સૂત્ર સાથે ૫૦૦ રક્તદાતાઓનું ગ્રુપ ચલાવે છે યંગ ઇન્ડિયા ગ્રુપ
દુનિયામાં લોહી એક જ એવી વસ્તુ છે જે કોઈ મશીન દ્વારા નથી બનતું. તે માત્ર માનવના શરીર દ્વારા જ બને છે . અને આ લોહીની જરૂરિયાત ઇમર્જન્સીના સમયમાં જ પડે છે .ત્યારે 500 જેટલા રક્તદાતાઓનું છેલ્લા ત્રણ વર્ષથી એક અનોખું ગ્રુપ યંગ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે . અને લોકોને જરૂરિયાતના સમયમાં તાત્કાલિક લોહી પૂરું પાડી લોહીમાં છે માનવતાને સાર્થક કરે છે.
આજે મોરબીમાં કચ્છની એક બે વર્ષની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરતા તેમની તબિયત નાજુક હોવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી અને તેને તાત્કાલિક પાંચ બોટલ રક્તની જરૂર પડી હતી. આથી મોરબીના સેવા કાર્યોમાં અગ્રેસર યંગ ઇન્ડિયા ગ્રૂપનો સપર્ક કરતા તાત્કાલિક તેમને 5 બોટલ રક્ત એકત્રિત કરી આપ્યું હતું.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કર્યો કરવામાં આવતા હોય છે ત્યારે લોહીમાં છે માનવતાના નામે જુદા જુદા વ્હોટસઅપ ગ્રુપ ચલાવવામાં આવે છે . લોકોની જરૂરિયાત મુજબ લોહીની જરૂરિયાત પૂરી પાડે છે. અને અત્યાર સુધી હજારો લોકોને મદદ કરી અને માનવતાનો ધર્મ નિભાવ્યો છે. ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં ” લોહીમાં છે માનવતા”ની મુહિમ માં જોડાઈ તેવી યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારી દ્વારા અપીલ કરવામાં આવી છે .