મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જુગારની બદીને નાબૂદ કરવા માટે સૂચનો આપેલ હોય જેને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને ૪૩ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
જેમાં હળવદ પીઆઈ એમ વી પટેલ ના માર્ગદર્શન હેઠલ હળવદ પોલીસ સ્ટાફ જુગારીઓને ઝડપી પાડવા કાર્યરત હોય તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના ટીકર ગામે છ શખ્શો જુગાર રમી રહ્યા છે જેથી હળવદ પોલીસ દ્વારા બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે દરોડો પાડવામાં આવતા ત્યાંથી જગદીશભાઇ બનેસંગભાઇ ગોહિલ (ઉ.વ.૪૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.ટીકર ગામ રામજી મંદીર વાળી શેરી તા.હળવદ જી.મોરબી), મનિષભાઇ ઉર્ફે મુનો ખીમજીભાઇ એરવાડીયા (ઉ.વ. ૪ર ધંધો ખેતી રહે. ટીકર માધવનગર તા.હળવદ જી.મોરબી), ઘનશ્યામભાઇ દેવજીભાઇ મરીયા (ઉ.વ. ૪૯ રહે. વેપાર રહે. ટીકર ગામ રામજી મંદીર વાળી શેરી તા.હળવદ જી.મોરબી), દેસરભાઇ ગાંડુભાઇ પરમાર (ઉ.વ.૪૫ ધંધો-મીઠામાં મજુરી રહે.ટીકર ગામ કોળીવાસ તા.હળવદ જી.મોરબી), આશારામભાઇ ગોરધનભાઇ હડીયલ(ઉ.વ.૪૫ ધંધો,ખેતી રહે.ટીકર ગામ બસ સ્ટેન્ડ પાસે તા.હળવદ જી.મોરબી), મોડજીભાઇ ગાંડુભાઇ પરમાર (ઉ.વ.પર ધંધો-મજુરી રહે. ટીકર ગામ રામજી મંદીર વાળી શેરી તા.હળવદ જી.મોરબી) વાળાને રોકડ રકમ રૂ.૧૫,૪૦૦/ અને મોબાઇલ નંગ-૨ કિં.રૂ.૬,૦૦૦/ મળી કુલ રૂ.૨૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ કામગીરીમાં હળવદ પીઆઈ એમ વી પટેલ તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, કીરીટભાઇ જાદવ, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઇ પરમાર, તેજપાલસિંહ ઝાલા, કમલેશભાઇ પરમાર સહિતનાઓ જોડાયા હતા.