મોરબીના રાજપર રોડ પર આવેલ કારખાનામાં સ્ટેટ વિજિલન્સ દવારા દરોડો પાડીને વિદેશી દારૂની ૬૨૨ પેટી અને કુલ ૪૨ લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
જેની વધુ વિગત મુજબ સ્ટેટ વિજિલન્સ ની ટીમને બાતમી મળી હતી કે મોરબી ના રાજપર રોડ પર આવેલ આશીર્વાદ ઇમ્પેક્ષ નામના કારખાનામાં એક ટ્રકમાં દારૂ નો જથ્થો આવવાનો છે જેથી સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા વહેલી સવારે રાજપર રોડ પર આશીર્વાદ ઇમ્પેક્ષ કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો .જ્યાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૭૪૬૪ બોટલ મળી કુલ ૬૨૨ પેટી દારૂ જેની અંદાજીત કી. રૂ. ૩૨,૦૦,૦૦૦ અને ટ્રક નં. GJ-08-W-3871 જેની કી. રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ ૪૨,૦૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આ દરોડા દરમિયાન ટ્રક ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા જાટ (રહે.રાવતસર પ્રેમ સાગર તા.જી.બાડમેર રાજસ્થાન) વાળાને ઝડપી પડવામાં આવ્યો હતો અને ઝડપાયેલા ટ્રક ડ્રાઇવરની પ્રાથમિક પૂછપરછ માં આ માલ મંગાવનારમાં આશીર્વાદ ઈંપેક્ષ કારખાનાના માલિક ડેનિશ કાંતિલાલ મારવણીયા હોવાનું અને આ દારૂનો જથ્થો મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજા (રહે.મૂળ ભીમકટા હાલ રહે શક્ત શનાળા મોરબી)એ મગાવ્યો હોવાનું ખુલતા તે બન્ને શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
આ કામગીરી માં સ્ટેટ મોનીટરીંગ ના એસપી નિરલિપ્ત રાયની રાહબરી હેઠળ ડીવાયએસપી કે ટી કામરીયાના સુપરવીઝનમાં પીએસઆઇ એ ડી ચાવડા સહિતની ટિમ રોકાયેલ હતી. પોલીસની તપાસમાં આ દારૂનો જથ્થો રફળેશ્વર ના રોડે થઈને રાજપર આવેલા આશીર્વાદ ઇમ્પએક્સ નામના ગોડાઉનમાં ઉતારવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે પોલીસે ગુનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.