ગુજરાત એટીએસ એસપી સુનિલ જોશી ની સૂચનાથી અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ એટીએસ દ્વારા ડ્રગ્સ તેમજ ગેરકાયદેસર હથિયાર વેચનારા અને રાખનારા પર ધોસ બોલાવવામાં આવી છે જેમાં ગત તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ અમદાવાદમાં ગીતામંદિર પાસેથી ગેરકાયદેસર હથિયાર નો વેપલો કરનારા દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ અને ચાંપરાજ ખાચર નામના બે શખ્સોની ગેરકાયદેસર હથીયાર સાથે ધરપકડ કરવામાં આવી હતી જેની સઘન પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ૪૫ જેટલા લોકોને ૯૮ જેટલા હથિયાર અને ૧૮ કાર્ટૂસ વેચેલ હોવાની કબૂલાત આપી હતી.
જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને પાંચ થી છ જિલ્લામાં અલગ અલગ ગામોમાંથી ગેરકાયદેસર હથિયાર ખરીદનાર ૪૫ જેટલા આરોપીઓને હથીયારો ઝડપી લીધા હતા અને આ સાથે જ સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયાર નો વેપલો ચલાવતા ગુનેગારોની કમર તોડી નાખી હતી.