હળવદ: હળવદના કેદારીયા ગામે બાઈક ધીમું ચાલવાના પ્રશ્ને બાઈક ચાલક યુવાન અને તેના પરિવારને સરપંચના જૂથ સાથે ડખ્ખો થયા બાદ મામલો ઉગ્ર બનતા બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ગઈકાલે યુવાનના પરિવારે સરપંચ જૂથ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સરપંચ જૂથે સામે યુવાનના પરિવાર ઉપર હુમલાની ફરિયાદ નોંધાવેલ છે.
હળવદ પો.સ્ટે.માં ફરીયાદી મુનેશભાઈ ઉર્ફે મુન્નો વિઠ્ઠલભાઈ શીહોરા ઉ.વ.૩૩ ધંધો-ખેતમજુરી રહે.ગામ-કેદારીયા તા. હળવદ જી. મોરબીવાળાએ આરોપીઓ કાન્તીભાઈ અમરાભાઈ કોળી, કિશન અમરાભાઈ કોળી, પ્રવીણભાઇ સોમાભાઇ કોળી, ચેતનભાઈ ભરતભાઈ કોળી, લાલજીભાઈ શવશીભાઈ કોળી, દિલીપભાઈઅમરાભાઈ કોળી તમામ રહે.કેદારીયા તા.હળવદવાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, એક આરોપીને પોતાનુ મોટર સાયકલ ઝડપી ચલાવવાની સાહેદ વિષ્ણૂભાઈએ ના પાડતા અન્ય આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથ રહેલ ધોકાથી સાહેદ વિષ્ણુભાઈને ડાબા હાથે માર મારી મુઢ ઈજાઓ કરી તેમજ સાહેદ જયંતીભાઈ તથા જાદુભાઈને ધોકા વતી માર મારી તેમજ પાછળથી આરોપીઓએ ચાલુ ઝઘડામા પાછળથી આવી ફરીયાદી તથા સાહેદોને ધોકા તથા પાઈપ વતી માર મારી મુઢ ઈજાઓ કરી બેફામ ગાળો આપી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.