મોરબીના રવાપરમાં ખુલ્લી જગ્યા ઉપર સફાઈ કરવાના પ્રશ્ને રલેવે કર્મી ઉપર બે ભાઈઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
મોરબી: મોરબીના રવાપરમાં ખુલ્લી જગ્યા ઉપર સફાઈ કરવાના પ્રશ્ને રલેવે કર્મી ઉપર બે ભાઈઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ જમીન મારી માલીકીની છે તમો અહિથી બહાર નિકળો કહી રેલવે કર્મીને માર માર્યો હતો.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નવીનભાઈ રૂગનાથભાઈ ભટાસણા (ઉ.વ.૫૨ ધંધો .રેલવેમાં નોકરી રહે.રવાપર ગામ ધાયડી વિસ્તાર પાણીના સંપ પાસે તા.જી.મોરબી) એ આરોપીઓ ભુપતભાઈ તેજાભાઈ જારીયા, અમીતભાઈ તેજાભાઈ જારીયા (બંન્ને રહે.રવાપર ગામ પાણીના સંપ પાસે ધાયડી વિસ્તાર તા.જી.મોરબી) વાળાઓ સામે ફરિયાદ નોંધાવેલ કે, ફરીયાદી રવાપર ગામ પાણીના સંપ પાસે ખુલ્લી જગ્યામાં મજુરોથી સાફ સફાઈ કરાવતા હોય જે એક આરોપીએ આવી કહેલ કે આ જમીન મારી માલીકીની છે તમો અહિથી બહાર નિકળો તેમ જણાવી આવેશમાં આવી જઈ આરોપીએ ફરીયાદીને મોઢાના ભાગે એક ઝાપટ મારતા હોઠ દાંત સાથે અથડાતા હોઠમાં ઈજા થતા લોહિ કાઢી તેમજ બન્ને આરોપીઓ ફરીયાદીને ગંદી ગાળો બોલી ઢીંકા-પાટુનો મુંઢ માર મારી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.