મોરબી: મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસની જુગાર અને દારૂ ઉપર ખાસ ડ્રાઇવ ચાલી રહી હોય અને પોલીસે ગઈકાલે પણ આ ડ્રાઈવ ચાલુ રાખીને મોરબી અને વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂ વેચનારા ચાર શખ્સો ને ઝડપી પાડેલ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે આરોપીઓ લક્ષ્મણદેવસિંહ ઉર્ફે લખુભા સુખદેવસિંહ રાણા (ઉવ.૪૩ ધંધો-પ્રા.નોકરી રહે.વાંકાનેર સ્વોપ્નોલોક સોસાયટી મકાન નં-૬ તા.વાંકાનેર) વાળા એ પોતાના હવાલા વાળી એસ્ટાર ગાડી નંબર GJ-01-KG-3282 કી.રૂ.૧૫૦,૦૦૦ વાળીમા વિદેશી દારૂની બોટલો નંગ-૬૦ જેની કી.રૂ.૨૨,૫૦૦ કુલ મુદામાલ કિ.રૂ.૧,૭૨,૫૦૦ સાથે વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરી મળી આવતા ઝડપી લીધેલ છે.
મોરબી સીટી બી ડીવી.પો.સ્ટે સ્ટાફે આરોપી માવજીભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ પરબતભાઇ ડાંગર (ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઇવિંગ રહે હાલ-મોરબી વીશીપરા યમુનાનગર મુળ રહે-જસાપર તા-માળીયા(મી) જી,મોરબી)વાળો બીજા આરોપી સાથે મોરબી વીશીપરાથી ગોરખીજડીયા જવાના જુના રસ્તે બોખાની વાડી પાસે રોડ ઉપર નબર પ્લેટ વગરના એક્ટિવામાં નીકળી તેની તલાશી લેતા ડેકીમાંથી વીદેશી દારૂની બોટલ રોયલ ચેલેન્જ પ્રમીયમ સીલેક્ટ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૦૧ જેની કિંમત રૂ.૫૨૦, એક્ટીવાની કિં.રૂ-૭૦,૦૦૦ ગણી તથા બોટલની કિંમત રૂ-૫૨૦ ગણી એમ કુલ કિ.રૂ.૭૦,૫૨ના મુદ્દામાલ સાથે મળી આવતા તેને ઝડપી લીધો હતો.જ્યારે સાગરભાઇ ધીરૂભાઇ ચાવડા નાસી છુટેલ હતો.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬ ધંધો વેપાર રહે શકત શનાળા નીતીનગર તા.જી.મોરબી)વાળો મોરબી રાજકૉટ હાઈવે રોડ પર ઉમા પાર્ટી પ્લોટ પાસે જાહેરમા વિદેશી દારૂ ની બ્લેન્ડર પ્રાઈડ સીલેકશન પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ.૧ કિ રૂ ૫૨૦ ગણી તથા જેમસ્ન ટ્રીપલ ડીસ્ટીલેડ આઈરીસ વ્હીસ્કીની ૭૫૦ એમ એલ ની કંપની શીલબંધ બોટલ નંગ-૧ હોય કિ રૂ ૧૦૦૦ ગણી કુલ બોટલ નંગ-૨ ની કુલ કિ રૂ ૧૫૨૦ નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખી મળી આવતા તેને ઝડપી લીધેલ હતો.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સ્ટાફે આરોપી સાવનભાઇ અજયભાઇ ગોસ્વામી (ઉ.વ ૨૧ રહે મોરબી વાવડી રોડ કબીરઆશ્રમ નજીક ગાયત્રીનગર શેરી નં -૨) વાળાઓ વાવડી રોડ સુમીતનાથ સોસાયટી સામે રોડ વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૧ કલેકશન વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઈન ચંદીગઢ ઓન્લીની ૭૫૦ એમ.એલની કંપની શીલબંધ બોટલો નંગ-૨૪ કુલ કિ. રૂ ૭૨૦૦ નો મુદ્રમાલ વેચાણ કરવાના ઈરાદે રાખી હાજર મળી આવતા તેને ઝડપી લીધો હતો.