મોરબી :ટંકારાની ડેમી નદીમાં ડૂબી જતાં વૃદ્ધાનું મોત નિપજેલ હતું. ટંકારા પોલીસ મથકમાંથી આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ જયાબેન ભીખાભાઇ બારૈયા ઉવ-૮૦ (રહે.ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી ન;-૧૧ તા.ટંકારા જી.મોરબી)વાળા ગઈકાલે કોઇ કારણોસર ટંકારા ડેમી નદીમા ડુબી જતા મરણ જતા તેમની ડેડબોડી ટંકારા સરકારી હોસ્પિટલમા લાવતા ફરજ પરના તબીબે મરણ થયાનુ જાહેર કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.