મોરબી : હળવદ પોલીસ સ્ટાફે હળવદના ચુપણી ગામે જુગાર રમતા ઇસમોને રોકડા રૂપિયા મળી કુલ રૂા. ૩૩,૭૫૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ જુગારની બદી સદંતર નામુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલ બંસલના માર્ગદર્શન હેઠળ એમ.વી.પટેલ પો.ઈન્સ હળવદ પોલીસ સ્ટેશનએ શ્રાવણ માસ આવતો હોય જેથી જુગારની પ્રવૃતી ઉપર કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે બાતમીને આધારે ચુપણી ગામે રામદેવપીરના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા પૈસા પાના વતી નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન જુગાર રમતા દેવશીભાઇ નરશીભાઇ સિતાપરા (ઉ.વ. ૨૩, ધંધો-ખેતી રહે. ચુપણી તા. હળવદ), નથુભાઇ રમેશભાઇ પાટડીયા (ઉ.વ.૧૯ ધંધો-ખેતી રહે ચુપણી ગામ, તા. હળવદ જી. મોરબી), ભરતભાઇ નરશીભાઇ જેજરીય (ઉ.વ.૩૦, ધંધો- ખેતી રહે. ચુપણી ગામ તા. હળવદ જી.મોરબી) શામજીભાઇ ગોરધનભાઇ સીતાપરા (ઉ.વ.૨૧ ધંધો-ખેતી રહે. ચુપણી ગામ, તા.હળવદ જી. મોરબી), ભરતભાઇ મગનભાઇ ઓળકીયા (ઉ.વ.૩૮, ધંધો-ખેતી રહે. ચુપણીગામ તા. હળવદ જી. મોરબી), હરેશભાઇ ચંદુભાઇ પાટડીયા (ઉ.વ.૨૩, ધંધો- ખેતી રહે. ચુપણીગામ તા. હળવદ જી. મોરબી) અને બળદેવભાઇ નવઘણભાઇ મોલાડીયા (ધંધો- ખેતી રહે, સમથેરવા ગામ, તા.વાંકાનેર જી.મોરબી) વાળાને કુલ રોકડ રૂા. ૩૩,૭૫૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.