મોરબી : હળવદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે આજે હળવદના નવા ઘાંટીલા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ દારૂ જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે મદદર્નીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બસલ મોરબી વિભાગ મોરબીના સીધા માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પીઆઈ એમ.વી.પટેલએ સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના નવા ઘાંટીલા પટેલ સમાજની વાડીની બાજુમાં રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા મુસાભાઇ નુરમહમદભાઇ પારડી (ઉ.વ. ૫૮ ધંધો મજુરી રહે.નવા ઘાંટીલા તા.હળવદ જી.મોરબી), વાસુદેવ મણીલાલ એરવાડીયા (ઉ.વ. ૫૫ ધંધો,ખેતી રહે. જુનું ટીકર તા.હળવદ જી.મોરબી), બાલજીભાઇ મોહનભાઇ જગોદરા (ઉ.વ. ૬૦ રહે. ધંધો ખેતી રહે. માનગઢ તા.હળવદ જી.મોરબી), રમેશભાઇ મગનભાઇ સીંધવ (ઉ.વ.૪૮ ધંધો. મજુરી રહે. જુનુ ટીકર તા.હળવદ જી.મોરબી), દેસરભાઇ ગાંડુભાઇ પરમાર (ઉ.વ. ૪૪ ધંધો મજુરી રહે. જુનું ટીકર તા.હળવદ જી.મોરબી), શૈલેષભાઇ લાભુભાઇ આડેસરા( ઉ.વ. ૩૪ ધંધો. મજુરી રહે. જુનું ટીકર તા.હળવદ જી.મોરબી)ને રોકડ રૂ.૧૨,૩૦૦ સાથે ઝડપી લીધા હતા.
આ કામગીરીમાં પોલીસ સ્ટાફ પીઆઈ એમ.વી.પટેલ, કિશોરભાઇ સોલગામા,દેવેન્દ્રસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા,ગંભીરસિંહ ચૌહાણ, બિપીનભાઇ પરમાર તથા કમલેશભાઇ પરમાર જોડાયા હતા.