કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મોરબી સહિત સમગ ગુજરાતમાં ગત તા.૨૩ જુલાઈ થી ઈ એફઆઇઆર સુવિધાને લોન્ચ કરવામાં આવી હતી.
આ અંગે મોરબી પોલીસ દ્વારા મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે આ સેવાઓ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં લોકો પોતાના વાહનો કે મોબાઈલ ચોરી અંગે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન એપ થકી પોતાની વાહન ચોરી કે મોબાઈલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા નોંધાવી શકશે અને આ ફરિયાદ નોંધાયા બાદ ત્રણ દિવસમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે તેમજ કાર્યવાહી અંગે ફરિયાદીને એસએમએસ અથવા ઇમેઇલ મારફતે જાણકારી મળશે અને ફરિયાદ નોંધાવ્યાના ૨૧ દિવસમાં પોલીસ તપાસ પૂર્ણ કરીને કોર્ટ ને જાણ કરશે અને આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા પણ વિદ્યાર્થીઓ ને આ સુવિધા અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપી હતી.