મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે દેશી દારૂ નાબુદી અભિયાન ચાલવીને દેશી દારૂ ઉપર સતત દરોડા પાડી સાઠગાંઠ ધરાવતા બુટલેગરો પર ધોંસ બોલાવી છે. જેમાં મોરબી જિલ્લા પોલીસે સતત દેશી દારૂ ઉપર દરોડા ચાલુ રાખી વધુ ત્રણ દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી.
માળીયા (મીં) પોલીસે આરોપી રાહુલભાઇ વિજયભાઇ હળવદીયા (ઉવ.૧૯ ધંધો મજુરી રહે. નવાગામ તા. માળીયા) વાળા નવાગામ પાસે આવેલ વેણની બાવળના ઝુડમા દેશી પીવાનો દારુ બનાવવાનો ભઠી ચલાવી દેશીદારૂ ગાળવાનો આથો ગાળી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આથો લીટર-૨૫ કિ.રૂ.૫૦/- તથા ઠંડા આથો લીટર ૫૦ ની કિ.રૂ.૧૦૦/- તથા દેશી દારૂ ના કેરબામા દારૂ લી-૦૮ કિ.રૂ.૧૬૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમ નુ બકડીયુ નંગ-૧ કી રૂ ૦૦/૦૦-તથા પાતળી નળી નંગ-૧ કિ રૂ ૦૦/૦૦- મળી કુલ કિ.રૂ.૩૧૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાનદરમ્યાન આરોપી હાજર મળી આવતા ઝડપી લીધેલ હતો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફે રમેશભાઇ ધીરૂભાઇ બારૈયા (ઉ.વ-૨૮ ધંધો-ખેતી રહે હાલે-વીરપર તા-વાંકાનેર) વાળા રાતાવીરડા ગામની સીમ આરોપીના કબજા ભોગવટાવાળી વાડીના શેઢે ગરમ આથો લીટર-૮ કિ.રૂ.૧૬/- તથા ઠંડો આથો લીટર-૪૦૦ કિ.રૂ.૮૦૦/- તથા ભઠીના સાધનો ઘડો નંગ-૧ કી.રૂ.૨૦/- તથા પાટલી નળી સાથે નંગ-૧ કી.રૂ.૧૦/-તથાગરમ દેશી દારૂ લીટર-૨૦ કિ.રૂ.૪૦૦/- તથા ઠંડો દેસી દેશી દારૂ લીટર-૩૦ કિ.રૂ.૬૦૦/- મળી કુલ કિ.રૂ.૧૮૪૬/-ના મુદામાલ સાથેમળી આવતા ઝડપી લીધો હતો
ટંકારા પોલીસે આરોપી યશુભા સામતસિંહ ઝાલા (ઉ.વ-૫૨ ધંધો-ખેતી રહે- નેકનામ તા-ટંકારા) વાળા ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમા તેની વાડીના શેઢે બાવળની કાંટમા જાહેર જગ્યામાં દેશી પીવાનો દારૂ બનાવવાની ભઠૃી ચાલુ કરી દેશી દારૂ લી-૦૫ કિ.રૂા. ૧૦૦/- તથા દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર ૧૦ કિ રૂ ૨૦/- તથા ઠંડો આથો લિ-૪૦ કિ.રૂ. ૮૦/- તથા દેશીદારૂ બનાવવાના ભઠીના સાધનો કિ.રૂ.૧૧૦/- એમ કુલ રૂ ૩૧૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.