મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં લંપી વાયરસ એ કહેર વર્તાવ્યો છે ત્યારે મોરબીમાં પણ આ વાયરસ દિન પ્રતિદિન ઘાતક સાબિત થતો જાય છે.
જેમાં મોરબી જિલ્લામાં આજે લમ્પી વાયરસને કારણે કુલ ૨૭ જેટલા પશુના મોત થયા હતા જેથી લમ્પી વાયરસને કારણે હાલ અત્યાર સુધીમાં કુલ ૬૫ પશુઓ મોતને ભેટ્યા છે સાથે સાથે પશુપાલન વિભાગ તેમજ સેવાકિય સંસ્થાઓ દ્વારા રસીકરણ કરવાની પ્રક્રિયા પણ સતત ચાલુ છે જેમાં આજના દિવસે ૨૫૯૨ જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ ૪૯૨૯૧ પશુઓ નું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે અને આ સાથે આજે લમ્પી વાયરસના નવા ૧૫૩ કેસ નોંધાયા છે જેથી આજની તારીખે મોરબી જિલ્લામાં કુલ ૧૦૭૮ પશુઓ લમ્પી વાયરસની ચપેટમાં આવી ગયા છે.