મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન અવનવા કૌભાંડો પ્રકાશમાં આવવાનો સિલસિલો યથાવત છે ભુતકાળ માં મોરબી પોલીસ દ્વારા મસમોટા કૌભાંડો ઝડપી લેવામાં આવ્યા છે જેમાં કોરોના કાળની ઝડીબુટી એવા નકલી રેમડીસીવીર ઈન્જેકશન હોય કે નકલી ઓઇલ હોય કે કન્ટેનર કટિંગ કૌભાંડ હોય હવે આ મોરબી જિલ્લા પોલીસના ચોપડે પ્રોપેન ગેસ ચોરીનું નવું કૌભાંડ ઉમેરાયું છે.
જેમાં મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે મોરબી તાલુકાના જુના સાદુરકા ગામની સીમમાં ગુરુકુલ તરફ જવાના રસ્તે એબીસી મિનરલ ની પાછળ ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરીને સિલિન્ડર ભરી રહ્યા છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ વિરલ પટેલ ના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવીને બાતમી વાળા સ્થળ પર દરોડો પાડવામાં આવતા સ્થળ પરથી આરોપી દીપકભાઈ પ્રભાતભાઈ બોરીચા/આહીર (ઉ.વ.૩૧ ધંધો:હોટેલ રહે.નેહરુનગર આહીરચોક રાજકોટ મૂળ રહે નાગડા વાસ તા.જી.મોરબી) ,ટેન્કર ચાલક ગુડડુ હુબલાલ નિશાદ (ઉ.વ.૪૦ ધંધો:ડ્રાઇવિંગ રહે શાંતાદમલ,નિમતાલા,આસનસોલ જી.પછીમ વર્ધમાન પશ્ચિમ બંગાળ) અને રામણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઈ ચાવડા( ઉ.વ.૪૯ ધંધો હોટલ,રહે નેહરુનગર આહીરચોક રાજકોટ મુ.રહે નાની બરાર તા.માળીયા (મી) જી.મોરબી ) વાળા ત્રણ શખ્સો ટેન્કર નં. GJ 12 AW 0060 માંથી બન્ને બાજુ વાલ્વ વળી રબ્બરની પાઇપ વડે ટેન્કરમાંથી ગેસ કાઢીને સિલિન્ડર ભરતા ઝડપાયા હતા અને દરોડા દરમિયાન અન્ય એક આરોપી વિપુલ મિયાત્રા (રહે.નાગડાવાસ તા.જી.મોરબી)વાળો નાસી છૂટ્યો જેને પણ પોલીસે ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યો હતો.
જેથી પોલીસે ચારે આરોપીની આશરે ૧૬.૫૬૦ મેટ્રિક ટન કોમર્શિયલ પ્રોપેન ગેસ કી રૂ ૧૧,૦૫,૭૯૪ ભરેલ ટેન્કર નં GJ 12 AW 0060 કી. રૂ.૧૫,૦૦,૦૦૦ મળી ગેસ ટેન્કર કુલ કી. રૂ ૨૬,૦૫,૭૯૪ ,ગેસ સિલિન્ડર ૩૬ નંગ જેની કી રૂ.૭૨૦૦૦ રબ્બરની પાઇપ જેની.કી. રૂ.૧૦૦૦ અને મહિન્દ્રા બોલેરો કાર જેની કી રૂ ૩,૦૦,૦૦૦ તેમજ બે મોબાઈલ કી. રૂ ૬૫૦૦ મળી કુલ રૂ ૨૯,૮૫,૨૯૪ ના મુદામાલ સાથે ધરપકડ કરી અને નાસી ગયેલ આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે પ્રોપેન ગેસ ભરેલ ટેન્કર ગીચ વિસ્તારમાં રાખવુ હિતાવહ ન હોવાથી ટેન્કર મૂળ માલિકને સોંપી દેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસ પીઆઇ વિરલ પટેલ, પીએસઆઈ વી.જી.જેઠવા તથા મનીષભાઈ બારૈયા,જીતેનદાન ગઢવી,રમેશભાઈ મૂંધવા તેમ જ કેતનભાઈ અજાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.