મોરબી એ ડિવિઝન પોલીસ પર ખોટી જુગારની રેડનાં આક્ષેપો : સાત દિવસ બાદ આક્ષેપો : કોંગ્રેસ ધારાસભ્યએ સત્ય તપાસવા લેખિત માંગ કરી
મોરબીમાં આજથી સાત દિવસ પૂર્વે રાજપર રોડ પર આવેલા સિટી એલ્યુમનિયમ નામના કારખાનામાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડયા હતાં જો કે આ સાથે ૨૮ લાખનો મુદ્દામાલ પણ પકડી પાડયો હતો ત્યારે સાત દિવસ બાદ આરોપીઓ દ્વારા એ ડિવિઝન પીઆઈ પર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ ફરિયાદ ખોટી છે તેવા દાવા સાથે જુગારના આરોપીઓ કોંગ્રેસ ધારસભ્ય અને લોકોના પ્રશ્નો માટે હરહંમેશ તૈયાર રહેતા લલિત કગથરા પાસે પહોંચી ગયા અને તમામ વ્યક્તિઓએ આ જુગારની રેડ એ ડિવિઝન પોલીસે તેઓને બોલાવીને કરી કરી હોવાનું જણાવતા લલિત કગથરાએ આ મામલે પત્ર લખી તટસ્થ તપાસ કરવા માંગ કરી હતી અને દૂધ નું દૂધ અને પાણીનું પાણી કરવા પણ જણાવ્યું હતું ખેર આ બનાવમાં તો તપાસનો વિષય છે અને આરોપીઓએ કરેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે એની પણ તપાસ થવી જરૂરી છે પરંતુ આમ વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી મોરબીના સંવેદનશીલ વિસ્તાર ગણાતા એ ડિવિઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થોડી કથળતી જોવા મળી હતી તેને લઈને નવનિયુક્ત પીઆઈ મયંક પંડ્યા દ્વારા કડક વલણ અપનાવી આવરા તત્વો સામે શામ દામ દંડ ભેદ નું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે આજે મોરબીવાસીઓ અને એ ડીવિંઝન વિસ્તાર માં વસવાટ કરતા મોટાભાગના લોકોને પણ ખ્યાલ છે કે એ ડિવિઝન પોલીસમાં કડક પીઆઈ આવી ચૂક્યા છે બધાને કાયદો વ્યવસ્થાની સ્થિતી કડક જોઈએ છે પણ શરૂઆત બીજાના ઘરેથી થવી જોઈએ આ સિધ્ધાંત મુજબ મોરબીના અમુક તત્વોને ગમ્યું નથી જેથી આ વાતને બાદ કરતા અન્ય રીતે પણ એ ડિવિઝન પોલીસમથક કેમ વિવાદમાં જ રહે તેવો ઘાટ ઘડવામાં આવી રહ્યો છે ..જો કે અંગત બિન સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આ બનાવમાં પણ ‘ઘર કા ભેદી લંકા ઢાએ’ જેવો ઘાટ હોય તેમ પોલીસ જ પોલીસને પાડી દેવા મથે છે તેવું પણ જાણવા મળ્યું છે કેમ કે એ ડિવિઝન વિસ્તાર બધી જ રીતે સંવેનદશીલ છે ત્યાંરે થોડા દિવસો પહેલા જ બે પીએસઆઈનાં રોટલા અભડાઈ ચૂક્યા છે જેમાં એક પીએસઆઈ એ એ જાડેજા તો પીઆઈના પ્રમોશનની બિલકુલ નજીક હોવાથી રજા પર હતા છતાં તેઓનું કરિયર દાવ પર લાગી ગયું છે જ્યારે બીજા પીએસઆઈ એસ.એમ. રાણા તપાસમાં બીજા રાજ્યમાં ગયા હતા બંને સત્તાવાર વિસ્તારમાં ફરજ હાજર નહોતા છતાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા એટલું જ નહિ એ ડિવિઝન મોરબીનો પોશ વિસ્તાર માનવામાં આવે છે જે વિસ્તારમાં મોટાભાગના રાજકારણીઓ,મોટા ઉદ્યગપતિઓ અને સાથે સાથે મોટા હિસ્ટ્રીશિટરો પણ વસવાટ કરે છે અથવા ધંધો ધરાવે છે જેથી કડકાઈ મોટાભાગના અધિકારીઓ રાખતા હોય છે પરંતુ હમણાં ને હમણાં એ ડિવિઝન પોલીસ પર એક પછી એક આક્ષેપોની લટકતી તલવારો આવતી જ રહે છે ક્યારેક વેપારીઓ ક્યારેક બૂટલેગરો ક્યારેક આરોપીઓ તો ક્યારેક સ્ટેટ વિજીલીન્સની રેડનાં સ્વરૂપમાં આફતના મંડાણ થાય છે હાલ જે પોલીસ પ્રત્યેનો માહોલ છે એ અત્યંત ગરમ છે જેથી લેભાગું તત્વો તકનો લાભ લેવાનું ચૂકતા નથી આવા તત્વો ‘સાપ ભી મર જાયે ઔર લાઠી ભી નાં તૂટે’ એ ઉકિત મુજબ પોતાનો રોલ નિભાવતા હોય છે પરંતુ એ ડિવિઝન પોલીસે પણ જો આ વાત હકીકત હોય તો ગંભીતાપૂર્વક વિચારવું જરૂરી છે જો આરોપીઓ અને નિર્દોષ વચ્ચે કોઈ ફરક નહીં રહી જાય તો કાયદો મજાક બની જશે અને ખોટા તત્વો તેનો ફાયદો ઉઠાવશે જેથી કરી એ ડિવિઝનના નવ નિયુક્ત પીઆઈ એમ પી પંડ્યા પણ આવી વાતોની નોંધ લઈ વિભીષણને શોધે અને મોરબીના વેપારીઓ સાથે હળી મળી પોલીસ પ્રજાનો સેવક છે તેવો ખરા અર્થમાં સાર્થક કરે કેમ કે આ મોજીલું મોરબી છે સારા વેપારીઓ અને ઉદ્યોગકારોનો ગઢ ગણાતું મોરબી હમેશાં વિવાદથી દૂર અને શાંતિ ઈચ્છે છે જેથી પ્રજાને પોલીસનો સમનવય જળવાઈ રહે તે મોરબીવાસીઓ અને પોલીસ માટે અત્યંત જરૂરી અને સારું છે.પોલીસનો પ્રજા સાથે સારો વ્યવહાર અરજદારને શાંતિની પ્રતિતિ કરાવે છે જેથી અરજદારો આશા લઈને પોલીસ પાસે આવતા હોય છે કે કડક અધિકારી હોવાથી સાચાને ન્યાય મળશે જેથી અરજદારો પણ પોલીસનું અંગ છે તેવું સ્વીકારવું જરૂરી છે હાલ મોરબી શહેર એ ડિવિઝનની આં ઘટનાને લઈને જેટલા મો એટલી વાતો થાય છે પરંતુ તથ્ય શું છે એ તો આગામી સમયમાં તપાસ બાદ જ બહાર આવશે.