હળવદના પાંડાતીર્થ ગામે દેશી દારૂ બનવાવાનો આથો અને દેશી દારૂ ઝડપાયો
મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે દેશી દારૂના હાટડા ઉપર તવાઈ ચાલુ રાખીને વધુ એક મોરબીના જોધપર પાસે મચ્છુ નદીના કાંઠે ચાલતી દારૂની ભઠ્ઠી પકડી લીધી હતી. તેમજ હળવદના પાડાતીર્થ ગામે દેશી દારૂ બનવાવાનો આથો અને દેશી દારૂ ઝડપી પાડેલ હતો.
મોરબી તાલુકા પોલીસે આરોપી દીલીપભાઈ સોંડાભાઈ પાટડીયા (ઉવ-૪૦ ધંધો-મજુરી રહે. રણછોડનગર મોરબી-૨)વાળા જોધપર (નદી) ગામની સીમ મચ્છુ નદીના કાંઠે દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી મોટુ પતરાના બેરલ નંગ-૦૧ માં રહેલ ગરમ આથો લીટર-૪૦ કિં.રૂ.૮૦/- તથા આશરે ૨૦૦ લીટર ક્ષમતાવાળા પ્લા.ના બેરલ નંગ-૦૧ માં રહેલ દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૫૦ કિં.રૂ.૧૦૦/- તથા એક પ્લા.ના ૩૫ લીટરની ક્ષમતાવાળા કેનમાં રહેલ દેશીદારૂ જેવુ કેફી પ્રવાહી લીટર-૧૮ કિં.રૂ.૩૬૦/- તથા ભઠ્ઠી લગત સાધનો જેમાં ટીનના બકડીયા નંગ-૦૧ કિં.રૂ.૧૦૦ તથા નળી સાથેની થાળી નંગ-૦૧ કિં.રૂ.૫૦/- મળી કૂલ કિં.રૂ.૬૯૦/- ના મુદામાલ સાથે આરોપી રેઈડ દરમ્યાન સ્થળ ઉપર હાજર મળી આવતા ઝડપી લીધો હતો.
તેમજ હળવદ પોલીસે સુંદરગઢથી પાંડાતીરથ ગામ જવાના રસ્તે કડીયાણા પ્રા.શાળાની પાછળ આવેલ રહેણાંક વિસ્તારમાં આરોપીના કબ્જા ભોગવટા વાળી જગ્યામાં રેડ કરી દેશી પીવાનો દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૦૦૦ લીટર જે એક લીટરની કિ.રૂ.૨ લેખે કુલ કિ.રૂ.૨૦૦૦/- નો મુદામાલ કબ્જે અને રેઇડ દરમ્યાન હાજર નહી મળેલ આરોપી વસરામભાઇ બાબુભાઇ વાજેલીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ છે.