મોરબી : મોરબીના જોધપર ગામ નજીક ગાયો સહિતના અનેક પશુઓના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં ગાયોના મૃતદેહ પણ મોટી સંખ્યામાં ત્યાં જોવા મળ્યા હતા આ બાબતે પશુ પાલન અધિકારીનો સંપર્ક કરતા તેમણે લમ્પી વાઇરસના કારણે આ ગાયોના મૃત્યુ ન થયા હોવાનું જણાવ્યું હતું.
પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું કે, પશુના મૃતદેહ મળી આવ્યા તે જગ્યા પર લાંબા સમયથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારના પશુઓના મૃતદેહ નિકાલ કરવા આવે છે. અધિકારીએ જણાવ્યું કે જિલ્લા લંપીના કારણે અત્યાર સુધીમાં ૮૦ જેટલા પશુઓના મોત થયા છે. જિલ્લામાં લંપી વાઇરસ વધુ ફેલાયો હોવા બાબતે મંત્રી બ્રિજેશ મેરજાએ ઇનકાર કરી આ રોગ કાબુમાં હોવાનું અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાતી હોવાનું જણાવ્યું હતું. અન્ય જિલ્લામાં લમ્પી રોગના કેસો આવે છે અને તો કેસો વધશે તો તાલુકાથી તાલુકામાં પશુની હેરાફેરી પણ બંધ કરવામાં આવશે.
જો કે, પશુપાલન અધિકારી, તાલુકા અને જિલ્લા ના અધિકારી પોહચ્યા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી આં મૃતદેહ જૂના હોવાનું જણાવ્યું હતું અને રોગચાળો ન ફેલાય તે માટે મૃત્યુ પામેલી ગાયોના મૃતેહને ખાડા કરીને ગાયોને દાટવાની કામગીરી શરૂ કરી હતી અને જીસીબી સહિતના સાધનો દ્વારા મૃત પામેલી ગાયોને અંતિમવિધિ સહિત કામગીરી કરવામાં આવી હતી.