સમગ્ર ગુજરાત સહિત મોરબીમાં પણ તલાટી મંત્રીની હડતાલ શરૂ થઈ ગઈ છે જેમાં મોરબી જિલ્લાના ૨૨૫ જેટલા તલાટી મંત્રી દ્વારા હડતાલ કરવામાં આવી છે અને આ હળતાલને વીસીઇઓએ પણ ટેકો જાહેર કરતા હાલમાં ગ્રામપંચાયતોની કામગીરી ખોરવાઈ છે.
જેમાં તલાટી મંત્રીઓ ની પડતર માંગણીઓ અને અનેક પ્રશ્નો બાબતે અલગ અલગ સમયે તલાટીઓ દ્વારા અનેક વખત આંદોલન તેમજ હડતાલ કરવામાં આવી છે પરંતુ હવે સમગ્ર ગુજરાતના તલાટીઓ પડતર પ્રશ્ને સરકાર સામે ખુલ્લો મોરચો માંડીને લડતના મંડાણ કર્યા છે. આ બાબતે મોરબી જિલ્લાના તલાટી કમ મંત્રી મહામંડળે જણાવ્યું હતું કે, વર્ષોથી રજુઆત અને વારંવાર લડત ચલાવવા છતાં સરકારે તેમને પડતર પ્રશ્ને સરકારે ન્યાય ન આપતા હવે આર યા પારની લડત ચલાવવા માટે જિલ્લાના તમામ તલાટીઓએ આજે કામકાજ બંધ કરી હડતાલ ઉપર ઉતરી ગયા છે. તલાટીઓની હડતાલથી ગ્રામ પંચાયત અને મહેસુલી તેમજ વહીવટી કામમાં અસર પડવાની હોવાથી આ હડતાલ લાંબો સમય ચાલુ રહે તો વધુ મુશ્કેલી આવી પડે એમ છે.