ગત રવિવારે બ્રહ્મસમાજના કાર્યક્રમમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપત પંડ્યા મંત્રી બ્રિજેશ મેરજા સાથેની પોતાની અંગત અદાવતમાં ભાન ભૂલ્યા : બ્રહ્મસમાજના બુદ્ધિજીવી વર્ગનું મૌન
મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ પરિવારો માટે ગત રવિવારે લઘુરુદ્ર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મસમજના અગેવાન અને પરશુરામ ધામ ટ્રસ્ટ ના પ્રમૂખ ભુપત ભાઈ પંડ્યાના એક સમયના ખાસ અને પૂર્વ મિત્ર અને સાથીદારની ભૂમિકા ગણાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાની જાહેરમાં ઠેકડી ઉડાડી હતી જો કે આ કાર્યક્રમ માં હાજરી આપી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ફરી રાજકરણ માં રી એન્ટ્રીના શ્રીગણેશ કરતા રાજકારણ માં હડકંપ મચાવ્યો છે.
આ કાર્યક્રમમાં મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાના નેજા હેઠળ અગાઉ મોરબી બ્રહ્મસમાજના અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને તેઓની આગેવાનીમાં સારા અને સુંદર આયોજનો પણ કરાયા છે અને જેમાં નાના નાના કાર્યક્રમોમાં પણ બ્રિજેશભાઈ મેરજા , કાંતિલાલ અમૃતિયા, રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી,રામભાઇ મોકરિયા સહિત આગેવાનો એ ભાજપના આગેવાનો ગઢ જાળવી રાખ્યો છે ત્યારે પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને પોતાના અંગત અને નાનપણ મિત્ર ગણાવતા ભુપતભાઈ પંડ્યાએ આં કાર્યક્રમ માં પોતાના અંગત કામ ન થયા હોવાના કારણે અનેક ખોટા સાચા આક્ષેપો કર્યા હતા જો કે આ આક્ષેપો તેનો અંગત વિષય છે પરંતુ આ આક્ષેપો ની સાથે સાથે તેણે આ કાર્યક્રમ માં અનેક લોકો હાજર હતા જેમાં બ્રહ્મસમાજના આગેવાનો તેની બહેનો દીકરીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર હતી કેમ કે આ કાર્યક્રમ મહિલા પાંખ દ્વારા કરાયો હતો ત્યારે ભુપતભાઇએ રવિવારના રોજ પરશુરામ ધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બીનજરૂરી અને અણછાજતો બફાટ કર્યો હતો અને અપશબ્દો નો ઉપયોગ કરી મહિલાઓ સામે વાણી વિલાસ અને અપશબ્દો બોલ્યા હતા
જેમાં ભુપતભાઇ પંડ્યા પોતાની ‘મોરબી બ્રહ્મસમાજના આગેવાન ‘તરીકેની છબી હોદ્દો અને મર્યાદાનું ભાન ભૂલી ગયા હતા અને આ કાર્યક્રમ હવનનો હોય એક બાજુ શ્લોકો નું ઉચ્ચારણ થતું હોય તે સ્થળ પર જ આ અગેવાને મહિલાઓની હાજરી માં પોતાના નિવેદન માં અપશબ્દનો ઉપયોગ કર્યો હતો સાથે સાથે ભૂતકાળ માં પોતે મહિલા ડોક્ટરને કઈ રીતે બીવડાવ્યા હતા તેનો પણ નામ જોગ કિસ્સો સંભળાવ્યો હતો તેમજ થોડા સમય પહેલા મંત્રી મેરજાને બાથ માં ભીડતા બ્રહ્મસમાંજના આગેવાન ભુપતભાઇ એ બ્રિજેશભાઈ ને પણ તોછડા શબ્દ થી બોલાવવાનું શરૂ કરી દીધું હતું અને જાહેરમાં શરતો મારવાની અને એક બ્રહ્મ આગેવાન ને ન શોભે તેવી ભાષામાં મહિલાઓની હાજરીમાં અપશબ્દો નો ઉપયોગ કરીને બ્રહ્મસમાજ ના બાળકોના ભવિષ્ય પર કેવી અસર પડશે તેની સહેજ પણ ચિંતા કરી ન હતી. આ સમગ્ર મામલે બ્રહ્મસમાજના આગેવાન ભુપતભાઇ પંડ્યાને પોતાના અંગત સ્વાર્થ માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે તકરાર થઈ હોય જેથી આખા બ્રહ્મસમાજને પોતાનો હાથો બનાવી રહ્યા હોવાની ચર્ચા હાલ મોરબી બ્રહ્મસમાજ માં થઈ રહી છે.જો કે આ તો વાત એક રાજકીય પરિબળ ની હતી અને કોને સાથ આપવો કોને નહિ એ ચૂંટણી સમયની વાત છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આ સ્પીચ દરમ્યાન પ્રમુખ ભુપતભાઈ પંડ્યાએ બ્રહ્મસમાજ ની મહિલાઓ બહેનો દીકરીઓ ની હાજરીમાં આવેશમાં આવીને અપશબ્દો બોલ્યા એ આગેવાન અને વડીલ તરીકે કેટલી હદે યોગ્ય છે એ મોટો પ્રશ્ન છે શું ભુપતભાઈ પંડ્યા ઘરમાં પણ આ જ રીતે વાણી વિલાસ કરતા હશે ? કેમ તેઓએ બ્રાહ્મણો ની બહેનો દીકરીઓની નોંધ ન લીધી ? દબંગ વ્યક્તિત્વ તો આ કાર્યક્રમના મહેમાન કાંતિભાઈ અમૃતિયા પણ ધરાવે છે તેઓએ જેમ મહિલાઓ અનેંબહેનો દીકરીઓની હાજરીનો ખ્યાલ રાખી અને સારી ભાષામાં સંબોધન કર્યું તેમ આગેવાન ભુપતભાઈ પંડ્યા નહોતા કરી શકતા ? આ બ્રહ્મસમાજ નું જાહેર મંચ હતું અને પરશુરામ ધામ એ બ્રાહ્મણોનું જાહેર મંચ છે આ કોઈની જાગીર નથી કે અન્ય બ્રાહ્મણ પરિવારની બહેનો દીકરીઓની હાજરીમાં અપશબ્દો બોલી વાણી વિલાસ કરે હાલ મોરબીના બ્રહ્મસમાજના બુદ્ધિજીવી વર્ગ વડીલ સમજી ભુપતભાઈ પંડ્યા ને ટોકવાની હિંમત નથી કરી પણ આજસુધી સમાજ માટે કામ કરતા ભુપતભાઈ પંડ્યાએ બ્રહ્મ સમાજની મહિલાઓ દીકરીઓ બહેનો નું ધ્યાંન ન રાખી અપશબ્દો વાપર્યા એ અત્યંત ક્ષોભજનક છે. જો કે આ વાતનો જો બ્રહ્મસમાજ ના આગેવાન ભુપત પંડ્યાએ જરા પણ અફસોસ હોય તો તેઓએ બ્રહ્મસમાજ ની મહિલાઓ દીકરીઓ બહેનો સામે ખેદ વ્યક્ત કરવો જોઈએ કેમ કે તેઓને પણ દીકરીઓ છે. જુઓ વિડિયો આહિ