અમુક દિવસોના મેઘવીરામ બાદ મોરબી જિલ્લામાં આજે મોટાભાગના વિસ્તારોમાં સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેમાં મોરબી સહિત હળવદ માં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.
હળવદ પંથકમાં બે જુદી જુદી જગ્યાએ વીજળી પડવાના બનાવો બન્યા છે જેમાં હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે એક ખેતરમાં વીજ ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી જેના કારણે ખેતરમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મર ભડ ભડ સળગી ઉઠ્યું હતું જ્યારે અન્ય વીજળી પડવાના બનાવમાં હળવદ તાલુકાના માથક ગામે કડાકાભેર વીજળી પડતા એક ભેંસ નું મોત નીપજ્યું હતું.