આજરોજ મોરબી સીરામીક એસોસીએસન દૃારા મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં એએસપી અતુલ બંસલ, એલસીબી પીઆઈ એમ.આર. ગોઢાણીયા તેમજ પીએસઆઈ બી વી ઝાલા સાથે બેઠક યોજવામાં આવી હતી.
જેમા મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી સિરામીક એસોિયેશનના હોદેદારોને ટ્રાફીક અને ચોરી લુંટફાટ બાબતે માર્ગદર્શન આપ્યુ હતું જેમા ખાસ કરીને સીરામીક મા ૧૦/૦૮ થી એક મહિના દરમિયાન બંઘ રહેતા પ્લાન્ટમા ચોરીના કિસ્સાઓ ના બન્ને તેની તકેદારીના ભાગે સિક્યુરીટી સ્ટાફને એલટઁ રાખવો, ર્મેઈન ગેટ ઉપર સીસીટીવી કેમેરા અને પ્લાન્ટમા સાયરન રાખવુ જરૂરી છે તેમજ પોલીસ ડીપાટઁમેન્ટ દૃારા ઓઘોઁગિક વિસ્તારમા નાઈટ પેટ્રોલીંગ વઘારવામા આવશે તેવુ પણ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવેલ તેમજ ટ્રાફિક ઘટાડવા માટે ઉદ્યોગકારો પોતાની કંપનીમા કાર લઈને જતા હોય તેમા એક કાર મા ત્રણ થી ચાર વ્યકિત જાય તો ટ્રાફીક ઓછો થાય તેવુ સુચન એસ પી દૃારા આપવામા આવ્યુ હતું આગામી સમયમાં આ બાબતોએ સીરામીક એસોસીએસન તમામ સભ્યો સાથે મીટીંગ કરીને પ્લાનીંગ કરશે.
આ બેઠકમાં મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખઓ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તેમજ હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.