મોરબી : હળવદમાં કોઈ જૂની માથાકૂટનો ખાર રાખી એક શખ્સે મોબાઇલ ફોનમા ઉંચા અવાજે જેમ ફાવે તેમ બોલી યુવાન ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી પરશોત્તમભાઇ હમીરભાઇ ચાવડા (ઉવ.૩૮ ધંધો.પ્રા.નોકરી રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા.હળવદ)વાળાએ આરોપી રમેશભાઇ મુળજીભાઇ પરમાર રહે.હળવદ બસ સ્ટેન્ડ પાછળ તા.હળવદવાળા સામે ફરિયાદ નોંધાવેલ કે, ગઈકાલે હળવદ બસ સ્ટેન્ડ પાસે આરોપીએ મોબાઇલ ફોનમા ઉંચા અવાજે જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો બોલતા હોય જેથી ફરીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એક્દમ ઉશ્કેરાઇ જઇ લોખંડના સળીયા વતી ફરીયાદીને ડાબા હાથની પેહલી તથા બીજી આંગળી પર લોખંડનો સળીયો મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.