મોરબી: મોરબી જિલ્લામાં સાતમ આઠમના તહેવારો નજીક આવતા શ્રાવણીયો જુગાર ઠેરઠેર રમતો હોય અને પોલીસની સતત કાર્યવાહી છતાં પણ શ્રાવણીયો જુગાર ચાલુ રહેતા પોલીસે મોરબી જિલ્લા શ્રાવણીયો જુગાર રમતા 38ને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી પંચાસર રોડ રાજનગર પાછળ નાની કેનાલ રોડ મહાવીર એપાર્ટમેન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા જયેશભાઇ પ્રભુભાઇ સનીયારા, દુલેરાઇભાઇ જીવરાજભાઇ અંબાણી, કૌશીકભાઇ બેચરભાઇ ભોરણીયા, કલ્પેશભાઇ કેશવજીભાઇ ઘોડાસરા, મનોજભાઇ કાંતીભાઇ સવસાણી, જયેશભાઇ દેવજીભાઇ ભોરણીયા, દેવશીભાઇ દેવાનણભાઇ પીઠીયા રોકડા રૂપીયા-૪૧,૩૦૦ સાથે ઝડપી લીધા હતા.
મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપી ભરતભાઈ કરશનભાઈ ગેડાણી, અલ્પેશભાઈ પ્રેમજીભાઈ થરેશા, યોગેશભાઈ વીક્રમભાઈ ધોળકીયા, હીરેનભાઈ વીક્રમભાઈ ધોળકીયા, રવીભાઈ પીતાબરભાઈ લોદરીયાને મોરબી-૨ ઈંન્દીરાનગર ખોડીયાર સોસાયટીમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા રોકડા રૂપીયા-૧૨૭૦૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ સીટી બી ડીવીજન પોલીસે આરોપી જગદીશભાઇ ગોરધનભાઇ વરાણીયા, હીતેશભાઇ જેઠાભાઇ ટીડાણી, મહેશભાઇ ગોરધનભાઇ વરાણીયાને ત્રાજપર ગામ મયુર સોસાયટીવાળી શેરીમા જાહેરમા જુગાર રમતા રોકડા રૂ.૧૫૦૦ સાથે ઝડપી લીધા હતા.
મોરબી તાલુકા પોલીસે આરોપી વિમલભાઇ ઇશ્વરભાઇ એરવાડીયા, અજયભાઇ પ્રવિણભાઇ, બાબુભાઇ કાનજીભાઇ ચાવડા, જીતેન્દ્રભાઇ વનજીભાઇ ભોરણીયા, પિયુષભાઇ મનુભાઇ કડીવારને હળવદ હાઇવે રોડ મોરબીના ઘુટુ ગામે હરીઓમ પાર્ક સોસાયટી જાહેર રસ્તા ઉપર જુગાર રમતા કુલ રૂ.૩૨,૮૪૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફે આરોપી વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ, સાગરભાઇ શામજીભાઇ સોલંકી, મેહુલભાઇ શામજીભાઇ સોલંકી, વીકીભાઇ રમેશભાઇ અધારા, મીલનભાઇ જયંતીભાઇ બારૈયા, સુનીલભાઇ રમેશભાઇ રાણેવાડીયા, નયનભાઇ મનસુખભાઇ સારલા, નીરવભાઇ કાન્તીભાઇ ગોસ્વામીને વાંકાનેરના જીનપરા શેરી-૧૩ના ખુણે જુગાર રમતા રોકડા રૂ.૧૨૦૫૦ સાથે ઝડપી લીધા હતા.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સ્ટાફે રોહીતભાઇ બુટાભાઇ મુંધવા, રાજદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા, યશભાઇ અજયભાઇ જોબનપુત્રા, દીપકભાઇ પ્રવીણભાઇ સોલંકી, વીરલભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ, ધવલગીરી વિનોદગીરી ગોસ્વામી, સાગરભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ, ભાવેશભાઇ જયશુખલાલ પાટડીયાને વાંકાનેરનજ અમરનાથ સોસા. શેરી નં.૦૭માં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૪,૧૫૦ સાથે ઝડપી પાડેલ હતા.
માળીયા મી.પોલીસે આરોપી મેરૂભાઇ કેશુભાઇ વાઘાણી, વિજયભાઇ મોરારજીભાઇ સુરેલીયાને નવા દેવગઢ કોળીવાસ પાસે જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીનપતિનો રોન પોલીસનો નશીબ આધારિત જુગાર રમતા રોકડા રૂપીયા-૧૮૬૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.