મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર ઉપર પોલીસની સતત કાર્યવાહી વચ્ચે હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા જિલ્લા પંચાયતના સદસ્યના પતિ સહિત સાત ઇસમોને રોકડા રૂ.૬૯૯૫૦ ના મુદામાલ સાથે મોરબી એલ.સી.બી.એ પકડી પાડ્યા હતા. તેમજ અન્ય એક દરોડામાં લજાઈ નજીક જુગાર રમતા છને ઝડપી લીધા હતા.
હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાં આરોપી મણીલાલ નાનજીભાઇ પટેલ (રહે રાણેકપર તા.હળવદ જી.મોરબી) વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતો હોય જે મકાનમાં હકિકત આધારે એલ.સી.બી.સ્ટાફ સાથે રેઇડ કરતા મણીલાલ નાનજીભાઇ માકાસણા, મોરબી જિલ્લા પંચાયતના સદસ્યના પતિ રવજીભાઇ પ્રભુભાઇ પરમાર, જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, અમીતભાઇ ડામરભાઇ ધામેચા, હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી, સંજય ગીરધરલાલ ગાંધી, ચદુભાઇ રતીલાલ માકાસણાને રોકડા રૂ. ૬૯૯૫૦/- ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.
તેમજ એલ.સી.બી.મોરબી/પેરોલ ફર્લો સ્કોડ, મોરબીએ બાતમીના આધારે ટંકારા તાલુકાના લજાઇ ગામથી ધુનડા તરફ જતા કાચા રસ્તે સીમાડા તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર રમતા કરશનભાઇ દેવકરણભાઇ સેરસીયા, મનસુરઅલી બરકતઅલી રૈયાણી, ચંદુભાઇ બોધાભાઇ દલસાણીયા, હર્ષદભાઇ અંબાલાલ મંડલી, સંજયભાઇ વિજયભાઇ બાંભણીયા, આરીફભાઇ અલાઉદીનભાઇ કડીવારને ૬૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.