Monday, November 25, 2024
HomeGujaratવાંકાનેરમાં યોજાનાર મેળાની હરરાજી કરવામાં આવી:૧૧.૦૫ લાખમાં મેળો વેચાયો

વાંકાનેરમાં યોજાનાર મેળાની હરરાજી કરવામાં આવી:૧૧.૦૫ લાખમાં મેળો વેચાયો

વાંકાનેરના શ્રી નાગજીબાવાની જગ્યા ખાતે યોજાનાર શ્રાવણ માસનો પરંપરા ગત મેળાની આજે વાંકાનેર નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાની અધ્યક્ષતા માં હરરાજી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં આ જગ્યામાં દર શ્રાવણ માસમાં સુદ નવમ ,દસમ અને અગિયારસ એમ ત્રણ તિથિ એ પરંપરાગત મેળો યોજાય છે પરન્તુ ગત વર્ષે કોરોના કાળ ને લીધે અને સરકાર ની ગાઈડ લાઇન ને અનુસાર આ મેળો યોજાયો ન હતો પરંતુ આ વર્ષે હવે આ મેળો યોજવા જઈ રહ્યો છે જેથી આજે આ મેળાની વાકાનેર નગરપાલીકા દ્વારા હરરાજી કરવામાં આવી હતી જેમાં કુલ અગિયાર વ્યક્તિઓએ આં મેળો રાખવા દાવેદારી નોધાવી હતી અને રૂપિયા ૨,૫૫,૦૦૦/- ની બોલી થી આ મેળાની હરરાજી શરૂ થઈ હતી અને અંતમાં વાંકાનેરના જનકસિંહ પ્રવિણસિંહ ઝાલા ૧૧,૦૫૦૦૦/- માં આં જડેશ્વર નો મેળો જીતી ગયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!