આજે મોડી સાંજે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલીઓ કરી હતી જેમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચના ત્રણ પોલીસકર્મીઓને રેન્જ બહાર ના જીલ્લામાં અચાનક જ બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે.
મોરબી એલસીબી માં ફરજ બજાવી રહેલા ત્રણ પોલીસ કર્મીઓને રાજ્યના પોલીસવડા દ્વારા અચાનક જ જાહેર હિતમાં બદલી કરી રેન્જ બહાર ના જીલ્લામાં મૂકી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
જેમાં મોરબી એલસીબી માં ફરજ બજાવી રહેલા રવિરાજસિહ દાજીરાજસિહ ઝાલાને છોટા ઉદેપુર જીલ્લામાં,યોગીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા ને તાપી જિલ્લામા અને સહદેવસિહ નીરુભા જાડેજા ને પાટણ જિલ્લામા બદલી કરી તાત્કાલિક છૂટા કરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે અચાનક જ આં બદલીઓ કેમ થઈ એ પણ પોલીસબેડામાં ચર્ચાઓનો વિષય બદલીઓ બાદથી શરૂ થઈ ચૂક્યો છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે રાજપર રોડ પરથી સ્ટેટ વિજિલન્સ ની ટીમે રેડ કરી ૩૨ લાખનો દારૂ પકડાયો હતો જેમાં તેર ઈસમો સામે ગુનો પણ નોંધાયો છે તો જવાબદાર ગણાવી બે પીએસઆઈ ને પણ સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આ દારૂ મંગાવનાર અને ગુનામાં મુખ્ય આરોપી મુળરાજ અજીતસિંહ જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે આ પોલીસકર્મીઓ ની બદલીઓ પણ આં જ રેડ સાથે કોઈ કનેક્શન હોવાની ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડ્યું છે.જો કે અચાનક જ એલસીબી માં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓની બદલીઓ થઈ જતાં પોલીસ વિભાગમાં આં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે કેમ કે એલસીબી માં ચુનંદા પોલીસકર્મીઓને જ સ્થાન આપવામાં આવે છે જેને રાખવા અને કાઢવા ઉચ્ચ કક્ષાએથી મજૂરી લેવી પડે છે ત્યારે અચાનક જ ત્રણેય પોલીસકર્મીઓની બદલીઓ હાલ મોરબી પોલીસને ઘણું બધું સૂચન કરી જાય છે.