કોઈ પણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે સક્રિય યોગદાન માટે હંમેશા તત્પર, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ, કોરોના-કોવિડના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો અને આ મહાવિનાશક કોરોના સંખ્યાબંધ લોકોને ભરખી ગયો અને ગાઈડ લાઈન ને અનુસરતા મૃતકોના અંતિમ સંસ્કાર પણ પરંપરા કે વિધિ- વિધાન મુજબ કરી શકાયા નથી.
જેથી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાનો ભોગ બનનાર દિવંગતો ની આત્માની શાંતિ મળે તે માટે
ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવાનો સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવ, દેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કોઈના પણ પરિવારમાં કે સગા-સ્નેહીઓમાં કોરોના ને કારણે કોઈનુ અવસાન થયું હોય તો મૃતકનો ફોટો તા.25.08.2022 સુધીમાં કાંતિભાઈના કાર્યાલય, ઉમા ટાઉનશીપ, મોરબી-2 ખાતે પહોચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે. અને વધુ માહિતી માટે મો.નં.9979613433, 9825692844 પર સમ્પર્ક કરવા યાદીમાં જણાવાયું છે.