મોરબીનાં રોહીદાસ પરા મેઇન રોડ પર રહેતા પ્રવિણ લાભુભાઇ સોલંકી નામના શખ્સે પોતાના ઘરે જ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે મૃતકના કાકા જોઈ જતા તેઓ તાત્કાલિક પ્રવિણને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોકટરે પ્રવીણને મૃત જાહેર કરાયું હતું. જેને લઈ પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા