26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં આવેલો ભૂકંપ 13,805 લોકોને ભરખી ગયો હતો. જ્યારે અંદાજે દોઢ લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય આ ભીષણ ભૂકંપમાં 4 લાખ મકાનો ધરાશાયી થયા હતા. જેમાં મોરબીમાં પણ ભારે નુકશાન થયું હતું. જેણે લઇ તત્કાલીન સરકારે મોરબી જિલ્લાનું નવનિર્માણ કર્યું હતું. અને ઘણા ગામોમાં નવા મકાનો બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ મકાનોનાં સનદો આજ સુધી લોકોને આપવામાં આવ્યા નથી.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા મકાનોનાં સનદો આપવા બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિતમાં પત્ર મોકલી રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય માં ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં મોરબી જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. જે બાદ મોરબી જીલ્લામાં તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામોના ગામ તાળ સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામમાં પોતાના મકાનો બનાવેલ છે. અને હાલ માં ત્યાં જ રહે છે. પરંતુ આવા ઘણા ગામો માં સરકાર શ્રી દ્વારા લોકોને પોતાના મકાના ના પ્લોટ ની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી. જેથી અમારી માંગણી છે કે આવા મોરબી જલ્લામાં નવા બનેલા ગામોના રહેણાંકના પ્લોટોની સનદો જેતે માલિકોને તાત્કાલિક આપવા આવે. અને જો આવું કરવામાં નહી આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલને ઉતરશું. તેવી ચીમકી પણ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા ઉચ્ચારવામા આવી છે.