Saturday, November 23, 2024
HomeGujaratવાંકાનેરમાં ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડ મેળવવા માં વિવાદ:હિન્દૂ ધર્મના નામે હરરાજી કરવાનો...

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડ મેળવવા માં વિવાદ:હિન્દૂ ધર્મના નામે હરરાજી કરવાનો જીતુ સોમાણીનો આક્ષેપ

  1. વાંકાનેર માં એક પછી એક વિવાદ શમવાનું નામ નથી લેતા જેમાં આગામી ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડ ની ફાળવણી કરવા બાબતે નવો વિવાદ થયો છે.

આ કાર્યક્રમમાં ગ્રાઉન્ડ નહિ મળે તો હિન્દૂ સમાજમાં રોષની લાગણી ફાટી નીકળશે અને આગામી સમયમાં ધર્મ માટે કોઈ પણ લડત આપવા હિન્દૂ સમાજ તૈયાર રહેશે:જીતુ સોમાણી

- Advertisement -
- Advertisement -

જેમાં વાંકાનેરના અગ્રણી જીતુભાઇ સોમાણી એ નગરપાલિકા ના વહીવટદાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે જે ગત તા.૩૦/૦૭ ના રોજ નગરપાલિકા ની જનરલ બોર્ડની મિટિંગમાં જીતુભાઇ સોમાણી દ્વારા જન્માષ્ટમી ,ગણેશ ઉત્સવ અને નવરાત્રી માટે ગ્રાઉન્ડ ની માંગણી કરવામાં આવી હતી જે માંગણી ને ત્રણે કાર્યક્રમ માટે ૫૦૦૦ રૂપિયા ના ટોકન દરથી મંજુર કરવામાં આવી હતી પરંતુ જીતુભાઇ એ આક્ષેપ કર્યા છે કે તેમને નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડ આપવાની કોઈ જાણ કરી નથી કે ટોકન ની રકમ ભરવા જાણ કરી નથી તેમજ ગત તા ૦૫/૦૮ ના રોજ રાજકોટ રિજીયોનલ કમિશનર કચેરીમાં પણ આ બાબત મુદત હતી તેમ કમિશનર દ્વારા પણ દરવર્ષે કાર્યક્રમ કરતા હોય ગેમને ગ્રાઉન્ડ આપવા સહમતી દર્શાવી હતી.

વધુમાં હિન્દૂ ધર્મના નામે થતી હરરાજી બન્ધ કરાવવાના આક્ષેપ સાથે જીતુભાઇ એ જણાવ્યું હતું કે ગુજરાતમાં આજ સુધી એવું સભળ્યુ નથીકે વર્ષો થી જે જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો થતા હોય તે જગ્યાની તે જ કાર્યકર્મ માટે હરરાજી થાય અને આ ગ્રાઉન્ડ પર વર્ષો થી હિન્દૂ ધર્મના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે અને જો ગ્રાઉન્ડ નહિ મળે તો સમસ્ત હિન્દૂ સમાજની લાગણી દુભાશે અને હિન્દૂ સમાજમાં રોષની લાગણી ફાટી નીકળશે અને નગરપાલિકાના વહીવટદાર જે કાર્યવાહી કરી રહ્યા છે તે રાજકીય નેતાઓ ઈશારે કરવામાં આવી રહી છે જેને હિન્દૂ સમાજ સાંખી નહિ લે અને આગામી સમયમાં લડત આપવા પણ તૈયાર રહેશે વધુમાં તેઓએ રાજકોટ અને મુંબઇ જેવા શહેરોમાં થતા ગણેશ ઉત્સવના કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો હતો .

વાંકાનેર નગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડ બાબતે પોતાનો જવાબ રજૂ કરવા માટે જીતુ સોમણીને તા.૨૩/૦૮ સાંજે ચાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યાં સુધીમાં જવાબ નહિ આવે તો વાંકાનેર નગરપાલિકા દ્વારા વૈકલ્પિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જણાવ્યું હતું.

આ ગ્રાઉન્ડ બાબતે વાંકાનેર નગરપાલિકા દ્વારા બેઠક યોજવામાં આવી હતી જેમાં જીતુભાઇ સોમાણી હાજર રહ્યા ન હતા તેમની જગ્યાએ અન્ય લોકો હાજર રહ્યા હતા તે બાબતે જીતું સોમાણી દ્વારા ખુલાસો આપતા જણાવ્યું છે કે આ ગ્રાઉન્ડની બેઠક અને હરરાજી બાબતે તેઓ ઉપવાસ પર બેઠા છે અને તેઓ અનેક લોકોના વિશ્વાસ ને સાથે લઈને ઉપવાસ પર છે જેથી તે તમામ લોકો સાથે ચર્ચા કરીને જે કઈ નિર્ણય આવશે તે નગરપાલિકાને જણાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!