મોરબીનાં રવાપર રોડ પર આવેલ શક્તિપ્લોટ-પ માં સેલ પેટ્રોલ પમ્પની સામે સંજય ભોગીલાલ વોરાનું મકાન આવેલું છે. ત્યારે તેઓ સાત-આઠમના તહેવારોમાં બહાર પરિવાર સાથે ફરવા ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું અને ૧૮ જોડી કપડાં સહિત રૂ.૨,૧૫,૫૦૦/-નાં માલમતાની ચોરી કરી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીનાં રવાપર રોડ પર શક્તિપ્લોટ-પ સેલ પેટ્રોલ પમ્પની સામે રહેતા સંજય ભોગીલાલ વોરા પરિવાર સાથે સાત-આઠમના તહેવારોમાં ફરવા ગયા હતા. ત્યારે ચાર અજાણ્યા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતુ અને ઘરમાં હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ પહેલા મકાનના તાળા તોડી રૂમ તથા બેડરૂમ પ્રવેશ કર્યો હતો. જે બાદ આખો ઘર વેર વિખેર કરી ફરિયાદીના રૂમમાં રહેલ કબાટના તાળા તોડી ડ્રોવરમાં રાખેલ રોકડા રૂ. ૫૫,૦૦૦/- તથા 1 જોડી સોનાની બુટ્ટી કે જેની કિંમત રૂ.૩૦,૦૦૦/-ની તે ઉપાડી લઇ તેમજ પત્નીના કબાટનું લોક તોડી તેમાં રાખેલ દિકરા-દિકરીના બચતના રૂપિયા ૨૨,૦૦૦/- તેમજ બેડમાં તથા ડ્રોવરમાં રાખેલ રોકડા રૂપિયા ૧,૦૮,૦૦૦/- ની ઉઠાંતરી કરી હતી. તેમજ મમ્મી તથા પત્નીના ૧૮ જોડી ડ્રેસ મળી રૂપિયા ૧,૮૫,૦૦૦/- તેમજ કુલ રૂપિયા ૨,૧૫,૫૦૦/- ની માલમતાની ચાર ચોરોએ ઉઠાંતરી કરી હતી. ત્યારે પરિવાર રાત્રે ઘરે આવ્યું ત્યારે તેમને ઘરે ચોરી થયાનું માલુમ પડતા તાત્કાલિક મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજના આધારે તપાસ આદરી છે.