મોરબી સહીત સૌરાષ્ટ્રભરમાં શેરીએ ગલીએ નશીલા પદાર્થો વેચવાનીવૃત્તિ વધી રહી છે ત્યારે ગેરકાયદેશર ચાલતા આવા ધીકતા ધંધાઓને લઈ પોલીસે પણ કમર કશી છે. જેમાં આજે મોરબી LCB દ્વારા ૮૦૦ લીટર જેટલો કેફી પ્રવાહીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ના PI એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા દારૂના દુષણને ડામવામાં આવી રહ્યો છે. ત્યારે HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા PC સંજયભાઇ રાઠોડ, વિક્રમભાઇ ફુગસીયાને ખાનગી રહે બાતમી મળી હતી કે, કાલીકા પ્લોટ, સાયન્ટીફીકરોડ ખાતે અલી મામદભાઇ પલેજાને ત્યાં નીશાન કંપનીની ટેરાનો ગાડી કેફી પ્રવાહી પદાર્થ ભરીને આવી છે. જે હકીકતના આધારે LCB સ્ટાફ દ્વારા રેડ કરતા સ્થળ પરથી રૂ. ૧૬,૦૦૦/-ની કિંમતનું ૮૦૦ લીટર કેફી પ્રવાહી મળી આવ્યું હતું. તેમજ GJ-05-JE-3167 નંબરની નીશાન કંપનીની ટેરાનો ગાડી મળી કુલ રૂ. ૩,૧૬,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે આરોપી સ્થળ પરથી નાશી જતા પોલીસે અલી મામદભાઇ પલેજા અને ટેરાનાં ગાડી ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.