લેન્ડ ગ્રેબિંગ કાયદો અમલમાં આવ્યા પછી વર્ષોથી કબ્જો જમાવી લેનાર લેભાગુ તત્વો પર કાયદાનો સકંજો કસવામાં સરળતા થઈ રહી છે.
જેમાં હળવદ તાલુકાના મેરૂપર ગામના અને હાલમાં હળવદમાં રહેતા નિવૃત જીવન ગાળતા શંકરભાઇ દેવાભાઈ રજપરા (ઉ.વ.૬૦ રહે.હાલ હળવદ બસ સ્ટેન્ડ પાછળ મુ.રહે.મેરૂપર તા.હળવદ) વાળાની મેરુપર સ્થિત સર્વે નં.૩૭૨ પૈકી ૮ ની ૨ હેકટર ૩૨ ગુંઠા ૭૦ ચોરસમીટર વાળી જમીન પર વર્ષ ૨૦૧૬ થી આજદિન સુધી એટલે કે છેલ્લા સાત વર્ષથી ગેરકાયદેસર કબ્જો જમાવીને ઉપજ મેળવી આર્થિક વળતર મેળવતા ત્રણ શખ્સો રમેશભાઈ ભુદરભાઈ પટેલ, મનસુખભાઇ ભુદર ભાઈ પટેલ અને વિભાભાઈ રાહાભાઇ રબારી (રહે.ત્રણેય મેરૂપર તા હળવદ) વાળા પર હળવદ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.