ગત મહિને મોરબીના રાજપર રોડ પર કારખાનામાં દરોડો પાડીને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ૩૨.૭૦ લાખ ના દારૂ સહિત ૪૨.૬૭ લાખનો મુદામાલ સાથે બે આરોપીને સ્થળપરથી જ ઝડપી પાડ્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કુલ ૧૫ જેટલા ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જેમાના ફરાર પૈકી મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાને મોરબી એલસીબી દ્વારા ત્રણ દિવસ અગાઉ ઝડપી પાડવામાં આવ્યો હતો જેને કોર્ટમાં ચૌદ દિવસના રિમાન્ડ ની માંગ સાથે રજૂ કરતાં કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા હતા જ્યારે આજે એલસીબી ની ખાસ તપાસનીશ ટીમે આંગુનાના નાસ વ ફરતા અન્ય છ આરોપીઓને પકડી પાડયા છે જેમાં આં ગુના નાં પુષ્પરાજસિંહ ઉર્ફે પુસો શક્તિસિંહ જાડેજા(ઉ.વ.૨૮ રહે.અમૃત પાર્ક સેન્ટમેરી સ્કૂલ પાછળ નવલખી રોડ મોરબી મુ.રહે મોડપર તા.મોરબી),પિયુષ દિલીપભાઈ ચાવડા (ઉ.વ.૩૦ રહે.ભૂમિ ટાવર વાળી શેરી વાવડી ગામ અને બારશાખ રજપૂત શેરી ગઢની રાંગ મોરબી),ધર્મેશ ઉર્ફે ધમો હીરાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫ રહે.ભૂમિ ટાવર વાળી શેરી ,વાવડી ગામ ),સિંધેશ ઉર્ફે લાલો મુકેશભાઈ સિંધવ (ઉ.વ.૧૯ રહે ગરબી ચોક શક્તિ પ્લોટ શનાળા ગામ),ડેનિષ કાંતિભાઇ મારવાણિયા (ઉ.વ.૨૬ રહે.જુનાગામમાં મંદિર વળી શેરી રાજપર )અને પ્રગ્નેશ નાગજીભાઈ ઘોડાસરા (ઉ.વ.૨૯ રહે કેશવ પેલેસ બ્લોક નં ૧૦૧,રામસેતુ સોસાયટી રવાપર રોડ મોરબી મુ.રહે.રાજપર (કુંતાસી) તા.માળીયા) વાળાને મોરબી એલસીબી દ્વારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા,એલસીબી પીએસઆઇ એન.એચ.ચુડાસમા સહિત મોરબી એલસીબીની ટીમ જોડાઈ હતી.