મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ ના તહેવારો પર સમય પસાર કરવા પતા રમવુ એ સામાન્ય વાત છે પરંતુ અમુક લોકો આ સમયમાં ગંજી પાનાના પતા વડે હારજીત નો જુગાર રમવા માંડે છે અને પોલીસ પણ આવા તત્વો પર કડક કાર્યવાહી કરી રહી છે.
જેમાં મોરબી એલસીબી એ શોભેશ્વર રોડ પર દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા ધનજીભાઈ વલ્લભભાઈ વરાણીયા (ઉ.વ.૩૩),મનોભાઈ બટુકભાઈ વરાણીયા(ઉ.વ.૩૦),હકાભાઈ લાલજીભાઈ સનુરા(ઉ.વ.૩૬),પ્રકાશભાઈ સોમાભાઈ પાટડીયા (ઉ.વ.૩૨),બટુકભાઈ ધનજીભાઈ ભોજવીયા (ઉ.વ.૩૨) અને અર્જુનભાઇ જયસુખભાઈ વરાણીયા(ઉ.વ.૨૦) રહે .બધા મોરબી વાળાઓને રોકડ રકમ રૂ ૫૫,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
જ્યારે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ શ્રીજી એસ્ટેટ પ્લોટમાં આવેલ કરિશ્મા નામના કારખાનાની ઓફિસમાં દરોડો પાડીને જુગાર રમતા મામદભાઈ ખામીશા ભૂંગર (ઉ.વ.૬૪ રહે સરકારી હોસ્પિટલ બાજુમાં ટંકારા),હીરાલાલ ભગવાનજી ભાઈ ભાલોડિયા (ઉ.વ.૬૨ રહે.લક્ષ્મીનારાયણ મંદિર પાસે ટંકારા),મણિલાલ ડાયાભાઇ કુંડારિયા(ઉ.વ.૫૦ રહે .ઇન્દ્રપ્રષ્થ ૩ જામનગર રોડ ટંકારા),મગનલાલ વાલજીભાઈ નારિચાણા(ઉ.વ.૫૩ રહે.જબલપુર ઝાંપા ની બાજુમાં તા.ટંકારા),રફીકભાઈ આદમભાઈ સોરવદી (ઉ.વ.૨૯ રહે.સંધિવાસ ટંકારા)અને રામભાઈ નારણભાઈ ભાન(ઉ.વ.૬૮ રહે.હરિઓમ નગર ટંકારા)વાળાને રોકડ રકમ રૂ.૪૭,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બન્ને કામગીરીમાં એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા,પીઆઇ એન બી ડાભી,પીએસઆઈ એન એચ.ચુડાસમા, એ ડી.જાડેજા તેમજ એલસીબી પેરોલ ફર્લો સ્કોડ ,ટેક્નિકલ ટીમ અને AHTU ની ટીમ જોડાઈ હતી.