મોરબી ઇન્ચાર્જ સીટી મામલતદાર નિખીલ મહેતા ને માહિતી મળી હતી કે મોરબી બાયપાસ પાસે આવેલ ખાનગી કરિયાના ની દુકાન ધરકના ઘરે મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો પડયો છે.
જેથી આ બાબતને ગંભીરતા પૂર્વક લઈને ઇન્ચાર્જ સીટી મામલતદાર નિખિલ મેહતા દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરીને ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર સાહિતની ટીમોને જાણ કરી ગત મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા જ્યા મળેલ માહિતી મુજબ ના સરનામે મહાકાળી પ્રોવિઝન નામની દુકાનના સંચાલક રમેશભાઈ કંઝારીયાના ઘરે થી ૧૫૮ બોરી ઘઉં જેમાં ૫૨૧૪કિલો ઘઉં અને ૯૦ જેટલી ચોખાની બોરીમાં ભરેલ ૩૭૮૦કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જોકે તમામ બોરીઓ પર એફ એસ પી નું લેબલ ન હતું પરન્તુ હાલમાં તમામ અનાજના જથ્થાને સિઝ કરીને વધુ તપાસ હાથ ધરવામા આવી છે.