મોરબીમાં પૈસાની લેતી-દેતી બાબતે મારા મારી થતી હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે મોરબીનાં રંગપર ગામમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સીરામીક કારખાનાની ઓફિસે જઈ બે શખ્સોએ ધમાલ મચાવી હતી.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, પ્રકાશ નરભેરામભાઇ બારૈયા મોરબી જિલ્લાના રંગપર ગામની સીમમા આવેલ તેમનાં સ્પેન્ટાગોન સીરામીક કારખાનામા હતા. ત્યારે બે શખ્સોએ ઉધમ મચાવ્યો હતો. સીરામીક કારખાનામા જનરેટરનો કોન્ટ્રાક્ટ ચલાવતા રણદીપસિંગ જાટ અને યોગેન્દ્રસીંગ જાટએ ફરીયાદીના સીરામીક કારખાનાની ઓફિસે જઇ જનરેટરના કોન્ટ્રાક્ટ્રના સ્પેરપાર્ટના રૂપિયા માંગી ધમાલ માચાવી હતી. તેમજ ફરીયાદીના ભાઇ પિન્ટુને લાફો મારી ઝપાઝપી કરી શરીરે મુંઢ માર માર્યો હતો. તેમજ યોગેન્દ્રસીંગએ તલવાર તથા લોખંડની તાબી લઇને આવી ફરિયાદી અને તેના ભાઈને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.