વાલીઓએ હોબાળો મચાવ્યા બાદ નાસ્તો કરાવ્યો બે કાર્યક્રમોની અલગ અલહ ગ્રાન્ટ મળે છે તો બન્ને કાર્યક્રમ ભેગા કેમ કર્યા?એવું પૂછતાં જિલ્લા યુવા મહોત્સવ અધિકારીની દાદાગીરી: ‘કાર્યક્રમ અમારે કરવાના હોય છે એક સાથે બે કાર્યક્રમ કરીયે કે એક કરીયે એ તમારે નથી જોવાનું.
શહેરની તક્ષશિલા વિદ્યાલયમાં 15 જેટલા વિદ્યાર્થીઓને સ્પર્ધા માં રજીસ્ટ્રેશન કરાવ્યું એન્ટ્રી ન મળતા ગામડેથી આવેલ વિધાથીર્ઓ ને ધરધમકકો થયો હતો અને વિદ્યાર્થીઓ રઝળ્યા હતા.
હળવદ તાલુકા કક્ષાના કલા મહાકુંભ અને યુવા મહોત્સવ તક્ષશિલા વિદ્યાલય ખાતે એકી સાથે બે કાયૅકમો યોજાયા હતા.ખરેખર બન્ને પ્રોગ્રામ અલગ અલગ તેની ગ્રાન્ટ પણ અલગ અલગ મળે છે છતાં પણ એક સાથે બંને કાર્યક્રમો યોજાયા હતા.
હળવદ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં યુવા મહોત્સવ કુલ ૯૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.૧૫ જેટલા વિદ્યાર્થીઓ ને એન્ટ્રી ન મળતાં સર્જનાત્મક સ્પર્ધાના વિદ્યાર્થીઓ રઝળ્યા પડીયા હતા. બચારા ઘરેથી પોતાની વિવિધ વસ્તુઓ તથા સામગ્રી લઈને સ્કૂલમાં આવી પહોંચ્યા હતા એન્ટ્રીન મળતા વિદ્યાર્થીનીઓ રોવા લાગી હતી. આ બાબતે જવાબદાર પ્રાંત યુવા અધિકારી સત્યજીત વ્યાસનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આજરોજ હળવદ તક્ષશિલા વિદ્યાલય ખાતે કુલ 13 સ્પર્ધામાં 95 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં આઠ નિર્ણાયકોએ નિર્ણય આપ્યો હતો.
આ બાબતે મોરબી જિલ્લા યુવા મહોત્સવ અધીકારી હિરલબેન દવેનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આ પ્રોગ્રામનું આયોજન અમારે કરવાનું હોય છે એક સાથે બે પ્રોગ્રામ કરીએ કે એક કરીએ એ અમારે જોવાનું હોય છે.
ખરેખર એક સ્પર્ધા ની અંદર ત્રણ નિર્ણાયકો હોવા જોઈએ પરંતુ તંત્ર દ્વારા ૮ નિર્ણાયક દ્વારા 13 સ્પર્ધાઓનું રીઝલ્ટ આપ્યું હતું અને વિદ્યાર્થીઓને નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ ન હતી વાલીએ હોબાડો મચાવતા બપોરે ૧ વાગ્યે ની આજુબાજુએ વિદ્યાર્થીઓને પફનો નાસ્તો કરાવ્યો હતો તેવું વાલીઓએ જણાવ્યું હતું. વાલીઓ જણાવ્યું હતું કે આ બન્ને પ્રોગ્રામમાં ૬૭૦૦૦ની ગ્રાન્ટ મળતી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. પરંતુ અધિકારીઓએ આમાં ભ્રષ્ટાચાર કયૉ હોવાનો આક્ષેપ કર્યો છે.
અગાઉ પણ યોગની શિબિરમાં ભ્રષ્ટાચાર કર્યાનો સણસણતો આક્ષેપ હળવદના એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ ની માહિતી માગવામાં આવી હતી. જેમાં ભ્રષ્ટાચાર થયાનું જાણવા મળ્યું હતું. તો આ બાબતે ઉચ્ચકક્ષાએ તપાસ થાય તો ઘણું બધો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે તેવું વાલીઓના મુખે ચર્ચાઇ રહ્યું છે.
સરકાર દ્વારા કલા મહાકુંભ અને યુવા મહોત્સવમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે હળવદના આ કાર્યક્રમમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ ન લેતા મોરબી જિલ્લા યુવા અધીકારી સત્યજીત વ્યાસને પૂછતા તેમને જણાવ્યું હતું કે અમારે માત્ર પેપરમાં પ્રેસનોટ આપવાનું કામ હોય છે, વિદ્યાર્થીઓ ભાગ લે કે ન લે અમારે જોવાનું ના હોય આ કાર્યક્રમમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કેમ ભાગ ન લીધો એ એક ચર્ચાનો વિષય હળવદમાં હાલ તો બન્યો છે.
આ કાર્યક્રમ વિશે ફરીથી હળવદના એક જાગૃત નાગરિકે આરટીઆઇ માંગવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોતાની ભૂલ છુપાવવા માટે આયોજક અને શિક્ષકો આમને સામને એકબીજા ની પોતપોતાની ભૂલનો દોષનો ટોપલો ઢોળતા હતા, આયોજક અને શિક્ષકની ભૂલ ના કારણે નિર્દોષ 15 થી વધુ વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા સરકાર શું આ માટે જ યુવા મહોત્સવ કલા મહાકુંભ નું આયોજન કરે છે? તેવો સવાલ હાલ વાલીઓમાં ચર્ચાઇ રહ્યો છે.