મોરબી જીલ્લામાં રેશનિગનો માલ કાળા બજાર કરવામાં આવે તે કોઈ નવી વાત નથી. ત્યારે હાલમાં જ માળીયા(મી)માં સસ્તા અનાજની દુકાનમાં નાયબ મામલતદાર પુરવઠાની ટીમે ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં મોટા પ્રમાણમાં અનાજની હેરફેરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
જેની વિગત મુજબ આજે માળીયા મામલતદારને કાર્ડ ધારકોને ઘઉં ન મળતા હોવાની મળેલ ફરિયાદને આધારે નાયબ મામલતદાર જે સી પટેલ સહિતની ટીમ દ્વારા માળીયા માં આવેલ સસ્તા અનાજની દુકાન માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે સસ્તા અનાજની દુકાનનો ઓનલાઇન સ્ટોક રજિસ્ટર મુજબ દુકાનમાં ઘઉં નો સ્ટોક ૪૯૫૦ કિલો હોવો જોઈએ પરંતુ તે ઘઉં નો જથ્થો સંચાલક પાસે ન હોવાનું ખુદ સંચાલકે સ્વીકાર્યુ હતું અને દુકાનમાં કાર્ડધારકોને આપવા માટે તેલ પણ ઓછી માત્રામાં હોય તે બાબતે સંચાલક મયુર કપૂર ને પૂછવામાં આવતા તેને જણાવ્યું હતું કે હાલમાં તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેને તેલ મેળવવા માટે ચલણ ભર્યું ન હતું જેથી ગોડાઉન માંથી જ તેલ મોકલવામાં આવ્યું નથી પરંતુ ઘઉં ની ૪૯૫૦ કિલો ની ઘટ્ટ નીકળી જ હતી જેથી નાયબ મામલતદાર સહિતની ટીમ દ્વારા પંચ રોજકામ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.