Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર શહેરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો:બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

વાંકાનેર શહેરમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો:બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

વાંકાનેર શહેરમાંથી પસાર થતા હાઇવે પર આજે સાંજના સમયે એક ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વિગત મુજબ વાંકાનેર શહેર માંથી હાઇવે પર પસાર થતા અને ખાંડ ભરીને મોરબી તરફ આવતા ટ્રક નં. GJ 36 T 8930 ની પાછળ અન્ય ચોખા ભરીને મોરબી તરફ આવતા ટ્રક નં. GJ 12 AU 7967 ની ટક્કર થતા પાછળ અથડાયેલ ટ્રક ની કેબિન નો બુકડો બોલી ગયો હતો જેમા સવાર ટ્રક ડ્રાઇવર અને ક્લીનર અત્યંત ખરાબ રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કેબિનમાં ફસાયા હતા અને વાંકાનેર પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને કેબિન માં ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનરને લોકોની મદદથી બહાર કાઢયા હતા અને બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા .

આ અકસ્માત ને પગલે ટ્રક મા ભરેલ ચોખા અને ખાંડની બોરી ઓ રોડ પર વેર વિખેર થઈ ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી પોલીસે રોડ પર વિખરાયેલ બોરીઓને દૂર ખસેડી ને વાહન વ્યવહાર પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!